Mahisagar : રણજીતપુરા ગામના લોકો પાયાની સુવિધાથી વંચિત ! રસ્તા પર ચાલતા કાદવમાં ખૂંપી જાય છે પગ, જુઓ Video
મહીસાગર જિલ્લાના રણજીતપુરા ગામના રહીશો રસ્તાના અભાવે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ડામોર ફળિયું અને બારીયા ફળિયું, આજે પણ પાયાની સુવિધાથી વંચિત છે. આઝાદીના 75 વર્ષ પછી પણ અહીંના આશરે 80 પરિવારો કાદવથી ભરેલા બિસ્માર રસ્તા પર ચાલવા મજબૂર છે.

ગ્રામજનો પાસે પાકા રસ્તાની કોઈ સુવિધા નથી અને જે રસ્તો છે. તેના પર કાદવ અને કિચડનું સામ્રાજ્ય જામ્યું છે. તમે રસ્તા પર પગ મુકો તો પગ કાંદવમાં ખૂંપી જાય અને પગ ઉઠાવો ત્યારે ચંપલ કાદવમાં જ રહી જાય. આ રસ્તો પાર કરતી વખતે ગ્રામજનો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે.
સ્થાનિકો પાયાની સુવિધાઓથી વંચિત
કાદવવાળા રસ્તા પર પગપાળા ચાલવુ પણ જોખમી છે. ટુ વ્હિલર જેવા નાના વાહન તો રસ્તા પરથી પસાર પણ થઈ શકે તેમ નથી. પોતાના વાહનો ધરાવતા લોકોએ પણ વાહનોને ખેતરોમાં મૂકીને પગપાળા રસ્તો પસાર કરે છે. બાળકોને શાળાએ મોકલવા, બીમાર વ્યક્તિ માટે એમ્બ્યુલન્સ બોલાવવી, કે પછી દૂધ ભરવા જવું આ બધા કામો આ કાદવના કારણે અશક્ય બની ગયા છે.
ગ્રામજનોની એક જ માગણી છે કે તેમને પાકા રસ્તાની સુવિધા આપવામાં આવે. અહીં આઝાદીના આટવા વર્ષો બાદ પણ પાકો રોડ બન્યો નથી. આ અંગે ગ્રામજનોએ સરપંચ અને તલાટી કમ મંત્રીને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.