Botad: શિવનગર સોસાયટીમાં ચોતરફ ડ્રેનેજનું દૂષિત પાણી જોવા મળ્યુ, સ્થાનિકોને ભારે હાલાકી, જુઓ Video

| Edited By: | Updated on: Apr 27, 2023 | 2:12 PM

બોટાદમાં ગઢળા રોડ પર આવેલી એક સોસાયટીની ડ્રેનેજનુ દૂષિત પાણી ચોતરફ જોવા મળ્યુ હતુ. મચ્છરોનો ઉપદ્રવ, રોડનું અધૂરુ કામ આ વિસ્તારની હવે ઓળખ બની ગયી છે. પાલિકાએ આરસીસી રોડ બનાવવા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યુ હતુ. કોન્ટ્રાક્ટર કામ શરૂ કરી અંદાજે એક કિલોમીટર જેટલા મુખ્ય રોડનું ખોદકામ પણ કરી નાખ્યુ હતુ.

બોટાદમાં ગઢડા રોડ પર આવેલી શિવનગર સોસાયટીમાં ચોતરફ ડ્રેનેજનું દૂષિત પાણી જોવા મળી રહ્યું હતુ. તંત્રની બેદરકારીના કારણે સમગ્ર વિસ્તાર દુર્ગંધયુક્ત થઈ ગયો છે. ડ્રેનેજના દૂષિત પાણી, મચ્છરોનો ઉપદ્રવ, રોડનું અધૂરુ કામ આ વિસ્તારની હવે ઓળખ બની ગયો છે. પાલિકાએ આરસીસી રોડ બનાવવા કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું અને તેને કામ શરૂ કરી અંદાજે એક કિલોમીટર જેટલા મુખ્ય રોડનું ખોદકામ પણ કરી નાખ્યુ હતુ.

આ પણ વાંચો : Botad : આજે હનુમાન જ્યંતી, સાળંગપુરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અત્યાનુધિક ભોજનાલયનું કરાશે લોકાર્પણ

આ ખોદકામ દરમિયાન અનેક લોકોના ડ્રેનેજના જોડાણો તૂટ્યા અને ખાડામાં ડ્રેનેજના દૂષિત પાણી ફરી વળ્યા છે. છેલ્લા એક મહિનાથી સમગ્ર વિસ્તારમાં ડ્રેનેજના દૂષિત પાણી જોવા મળી રહ્યા છે. ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. અવર જવરનો આ એક જ મુખ્ય માર્ગ હોવાથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે.

શિવનગર સોસાયટી વિસ્તારની સમસ્યા અંગે બોટાદ પાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેમને જણાવ્યું કે એક મહિના પહેલા રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ રોડની વચ્ચે ખાનગી પ્લોટ હોવાથી કામગીરી અટકી છે. ખાનગી જમીન માલિકના દસ્તાવેજ ચકાસ્યા બાદ જ આ અંગે કોઈ આખરી નિર્ણય લેવાશે. આ સાથે વહેલામાં વહેલી તકે ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ લાવવા ચીફ ઓફિસરે બાંહેધરી આપી છે તથા સમગ્ર મામલે 15 દિવસમાં નિરાકરણ આવી જવાનો તેમને આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…