OMICRON : ગુજરાતના પ્રથમ ઓમિક્રોન વેરીએન્ટ સંક્રમિત દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો

|

Dec 14, 2021 | 10:36 AM

OMICRON NEWS GUJARAT : ડોક્ટર્સનું કહેવું હતું કે આ દર્દી કોરોનાના હળવા લક્ષણ હતા, આમ છતાં તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં હતા. તેમનો બીજો રિપોર્ટ નેગેટીવ આવ્યાં બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

JAMNAGAR :રાજ્યમાં ઓમિક્રૉનની દહેશત વચ્ચે થોડા રાહતના સમાચાર છે.કારણ કે રાજ્યમાં નોંધાયેલા ઓમિક્રૉનના પ્રથમ દર્દીનો એક રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.ઝિમ્બાબ્વેથી પરત ફરેલા વૃદ્ધનો એક રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.જો આજે બીજો રિપોર્ટ નેગેટિવ આવશે તો દર્દીને ડિસ્ચાર્જ કરાશે. ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધ હજુ પણ ડેન્ટલ હોસ્પિટલમાં જ ક્વોરન્ટાઇન છે.એટલું જ નહીં દર્દીના સાળા અને પત્ની પણ પોઝિટિવ હોવાથી સારવાર હેઠળ છે.

રાજ્યના પ્રથમ ઓમિક્રોન વેરીએન્ટ સંક્રમિત દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટીવ આવતા હાલમાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દર્દી કોરોના સંક્રમિત થયો ત્યારથી એની સ્થિતિ સ્થિર હતી. ડોક્ટર્સનું કહેવું હતું કે આ દર્દી કોરોનાના હળવા લક્ષણ હતા, આમ છતાં તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં હતા. તેમનો બીજો રિપોર્ટ નેગેટીવ આવ્યાં બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

જો કે આ દર્દીના સંપર્કમાં આવેલા તેના સાળા અને પત્ની બંને હજી પણ કોરોના સંક્રમિત છે. હાલ તે બંને ડેન્ટલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર હેઠળ છે. ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ ફેલાય નહિ તે માટે જામનગરના આરોગ્ય વિભાગ દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ

આ પણ વાંચો : DAHOD : દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં ફૂડ પોઈઝનીંગથી 4 લોકોના મોત, 9 લોકો સારવાર હેઠળ

 

Next Video