પોરબંદરઃ સરક્રિક નજીક પાકિસ્તાનની બોટ પલટી, 16માંથી 8 ક્રૂ મેમ્બરનું કરાયું રેસ્ક્યૂ
અરબી સમુદ્રમાં ખરાબ હવામાનના પગલે ઊંચા મોજા ઊછળી રહ્યા હતા અને ભારે પવન ફુંકાવાના પગલે આ દુર્ઘટના બની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સરક્રિક નજીક પાકિસ્તાનની બોટ (Pakistan’s boat) પલટી મારી ગઇ છે. ખરાબ હવામાન (weather)ના કારણે આ દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ બોટમાં 16 ક્રૂ મેમ્બર સવાર હતા તેવી માહિતી છે. જેમાંથી 8 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.
પોરબંદર નજીક અરબી સમુદ્રમાં મોટી દુર્ઘટના બની છે. સમુદ્રમાં ખરાબ હવામાન હોવાના કારણે પાકિસ્તાનની 16 ક્રૂ મેમ્બર સાથેની બોટ પલટી ગઇ છે. આ પાકિસ્તાની બોટનું નામ અલ-સીદીકિ હોવાનું સામે આવ્યુ છે. જો કે ભારતીય નેવીને આ બાબતની જાણ થતા જ તેમણે રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યુ હતુ અને તાત્કાલિક સ્થળ પરથી બોટમાં સવાર 8 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા છે. જો કે બાકીના 8 ક્રૂ મેમ્બર્સ વિશે હજુ કોઇ જાણકારી નથી. હજુ 8 ક્રૂ મેમ્બર સમુદ્રમાં બોટ સાથે લાપતા છે.
અરબી સમુદ્રમાં ખરાબ હવામાનના પગલે ઊંચા મોજા ઊછળી રહ્યા હતા અને ભારે પવન ફુંકાવાના પગલે આ દુર્ઘટના બની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વનું છે કે ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS) દ્વારા 23 જાન્યુઆરી 23:30 કલાક દરમિયાન જખૌથી ગુજરાતના દરિયા કાંઠાના દીવ સુધીના દરિયાકાંઠે 3.0 – 3.5 મીટરની રેન્જમાં ઊંચા મોજાં ઉછળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઉત્તર અરબી સમુદ્ર અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી. જેના પગલે માછીમારોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો-
Ahmedabad: કોરોના સંક્રમણના વધતા જોખમને ટાળવા AMCના પ્રયાસો, ઓટો રિક્ષા દ્વારા નિયમોની માહિતી ફેલાવવાનું શરુ
આ પણ વાંચો-
Mehsana: કોરોના કેસ વધતા યાત્રાધામ બહુચરાજી મંદિરના દ્વાર વધુ 7 દિવસ માટે ભક્તો માટે બંધ રાખવા નિર્ણય

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ

પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ

રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
