ખાનગી કોલેજને આપેલા મેનેજમેન્ટ ક્વોટા ઘટાડો, નહી તો એડમીશનના નામે દુકાન ચલાવાશેઃ NSUI

જો સરકાર મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો 50 ટકાથી ઘટાડીને 25 ટકા નહી કરે, તો કેટલીક કોલેજ એડમીશનના નામે દુકાન ચલાવશે. એડમિશન કમિટી દ્વારા મેરિટના આધારે પ્રવેશ કાર્યવાહી કરાય, અને પ્રવેશના બે રાઉન્ડ બાદ જ ખાનગી કોલેજોને મેનેજમેન્ટ કવોટની સીટો પર પ્રવેશ આપવાની પરવાનગી આપવી જોઈએ.

ખાનગી કોલેજને આપેલા મેનેજમેન્ટ ક્વોટા ઘટાડો, નહી તો એડમીશનના નામે દુકાન ચલાવાશેઃ NSUI
મેનેજમેન્ટ ક્વોટાની બેઠક ઘટાડવા માંગ
Follow Us:
| Updated on: Jun 09, 2021 | 8:38 AM

ધોરણ 10નું પરિણામ જાહેર થાય તે પહેલાં જ ગુજરાતની કેટલીક ડિપ્લોમા કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ ( admission ) આપવાનું શરૂ કરી દીધું છે. ખાનગી ડિપ્લોમા કોલેજો ( Private Diploma Colleges ) દ્વારા ધોરણ 9 અને 10ની પરિક્ષાઓના પરિણામના આધારે પ્રોવિઝનલ પ્રવેશ આપવાનું શરૂ કર્યું છે. ત્યારે કોલેજો સત્તાવાળાઓને આપેલ 50 ટકા મેનેજમેન્ટનો ક્વોટા ( management quota ) ઘટાડીને 25 ટકા કરવો જોઈએ નહી તો, કોલેજ સંચાલકો આ વર્ષે એડમીશનના નામે વેપાર કરશે. તેવો આક્ષેપ NSUI એ કર્યો છે.

ધોરણ 10માં માસ પ્રમોશન જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓનું હજુ સુધી પરિણામ જાહેર થયું નથી. માસ પ્રમોશનને કારણે ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જીનીયરીંગમાં વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રવેશ આપવામાં આવશે તેની કોઈ ગાઈડલાઈન કે નિયમો સરકારે સ્પષ્ટપણે જાહેર કર્યા નથી. આવા સંજોગોમા મોટાભાગની ખાનગી ડિપ્લોમા કોલેજોએ ધોરણ 10ની માર્કશીટ વિના જ વિદ્યાર્થીઓને 50 ટકા મેનેજમેન્ટ કવોટની ( management quota ) સીટો પર પ્રોવિઝનલ એડમિશનના નામે પ્રવેશ આપવાનું શરુ કર્યુ છે.

વિદ્યાર્થીઓના ધોરણ 9 અને 10ની પરીક્ષાઓમાં આવેલા માર્કસના આધારે રજિસ્ટ્રેશન વિના જ પ્રવેશ અપાઈ રહ્યો છે. આ અંગે સેલ્ફ ફાઇનાન્સ ડિપ્લોમા કોલેજ એસોસિએશનના પ્રમુખનુ કહેવુ છે કે, માર્ક્સ વિના પ્રવેશ શક્ય નથી. કોલેજોએ જે પ્રોસેસ શરૂ કરી છે એ ખાલી વિદ્યાર્થીઓના નામ અને કેટલો ઇન્ટરેસ્ટ એના માટે જ કરી છે. રજીસ્ટ્રેશન વિના એડમિશન પ્રોસેસ શક્ય નથી. અને માર્ક્સ વિના રજીસ્ટ્રેશન થઈ ના શકે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ સંજોગોમાં કોંગ્રસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ ( NSUI )આક્ષેપ કર્યો છે કે, જો સરકાર મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો 50 ટકાથી ઘટાડીને 25 ટકા નહી કરે, તો કેટલીક કોલેજ એડમીશનના નામે દુકાન ચલાવશે. જેમા કેટલાય વિદ્યાર્થીઓની કારકિર્દી રોળાઈ જવાની સંભાવના છે. એક વાર વિદ્યાર્થીનુ પરીણામ જાહેર થઈ ગયા બાદ, એડમિશન કમિટી દ્વારા મેરિટના આધારે પ્રવેશ કાર્યવાહી કરાય, અને પ્રવેશના બે રાઉન્ડ બાદ જ ખાનગી કોલેજોને મેનેજમેન્ટ કવોટની સીટો પર પ્રવેશ આપવાની પરવાનગી આપવી જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">