ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમામા ત્રણ દિવસમાં નોંધાયા રેકોર્ડ બ્રેક યાત્રિકો, તૂટ્યો ગત વર્ષનો રેકોર્ડ- વીડિયો

|

Nov 25, 2023 | 9:34 PM

જુનાગઢમાં દર વર્ષે ગિરનારની ગોદમાં યોજાતી પરિક્રમામાં ત્રણ દિવસમાં સૌથી વધુ યાત્રિકોનો રેકોર્ડ તૂટ્યો છે. પરિક્રમાના ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક યાત્રિકો નોંધાયા છે. ગત વર્ષે 12 લાખ યાત્રિકોએ પરિક્રમાં પૂર્ણ કરી હતી. જ્યારે ચાલુ વર્ષે 12.25 લાખ ભાવિકોએ પરિક્રમાં પૂર્ણ કરી છે.

અમારી ધરતી સોરઠદેશની, ને ઊંચો ગઢ ગિરનાર, સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર. આદિ અનાદી કાળથી ચાલી આવતી પરંપરા એટલે ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા. જુનાગઢના ગિરનારમાં પવિત્ર લીલી પરિક્રમાને ત્રણ દિવસ થયા છે. ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક ભાવિકોની સંખ્યા નોંધાઈ છે. અને ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગત વર્ષે 12 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી.. જ્યારે કે, ચાલુ વર્ષે 12.25 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. હજુ 36 કિમી પરીક્રમા રૂટ પર એક લાખથી વધુ ભાવિકો પરિક્રમા રહ્યા છે.

આ પણ વાંચો : જુનાગઢ: લીલી પરિક્રમામાં પોલીસ તંત્રનો નવતર પ્રયોગ, પ્રથમવાર પેરાશુટથી કરાઈ રહ્યુ છે મોનિટરીંગ- જુઓ વીડિયો

લીલી પરિક્રમાના રૂટમાં નળ પાણીની ઘોડી પાસે વધુ ભીડ જામી હતી. એક જ જગ્યાએ 50 હજારથી વધુ ભાવિકો એકઠાં થયા હતા. જો કે, SP સહિતના પોલીસ દ્વારા લોકોની ભીડને કાબૂમાં લઈને શાંતિ પૂર્વક રવાના કરાઈ. પોલીસની સરાહનીય કામગીરીના શ્રદ્ધાળુંઓએ વખાણ કર્યા. આ સાથે પરિક્રમા કરનારા શ્રદ્ધાળુંઓએ વ્યવસ્થાને લઈને પણ સંતોષ વ્યક્ત કર્યો છે

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video