Ahmedabad: રોકાણ માટે બિલ્ડર્સ કરી રહ્યા છે પૂર્વ વિસ્તારની પસંદગી, ફ્લેટ ખરીદનારાઓને પણ મળી રહે છે બજેટમાં સપનાનું ઘર
પૂર્વ વિસ્તારમાં ઘણા બિલ્ડર્સ સાથે મળીને અત્યાધુનિક ક્લબ બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છે. જે આગામી દિવસોમાં ફ્લેટ ખરીદનારાઓ માટે મોટી ભેટ સમાન હશે.
અમદાવાદ (Ahmedabad) શહેર ધીરે ધીરે વિકાસની હરણફાળ ભરતુ જઇ રહ્યુ છે. તેમા પણ પૂર્વનો વિસ્તાર પણ હવે વિકસતો જઇ રહ્યો છે. શહેરના મોટા બિલ્ડર (Builders) પૂર્વ વિસ્તારમાં રોકાણ કરી રહ્યા છે. તેમજ ફ્લેટ ખરીદનારાઓને અત્યાધુનિક સુવિધા મળતા અને યોગ્ય ભાવે ફ્લેટ મળતા પૂર્વ વિસ્તાર (Ahmedabad East) પ્રથમ પસંદગી બનતી જઈ રહી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેને પગલે અહીં રહેવા માટે પણ લોકોની પસંદગી વધી છે. પૂર્વના હંસપુરા, નરોડા, નિકોલ સહિતના વિસ્તારમાં હાલ રિયલ એસ્ટેટ ક્ષેત્રોની અનેક સાઇટ નિર્માણ પામી રહી છે. જ્યાં અત્યાધુનિક સુવિધાઓ લોકોને મળી રહી છે. લોકોને પોતાના બજેટમાં જ સપનાનું ઘર મળી રહેતા લોકો પૂર્વ વિસ્તારની પસંદગી કરી રહ્યા છે.
અમદાવાદમાં મોટેભાગે લોકો જ્યાં ફ્લેટ ખરીદે છે ત્યાં આસપાસ કઈ કઈ સુવિધાઓ છે તેની ચિંતા કરતા હોય છે. ત્યારે પૂર્વ વિસ્તાર નરોડા, હંસપુરામાં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, નામાંકીત સ્કૂલ, મોલ્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. તો અહીંથી ગાંધીનગર પહોંચવું પણ સરળ બની રહે છે. જેથી આ વિસ્તારોમાં લોકો ઘરની પસંદગી કરી રહ્યા છે.
પૂર્વ વિસ્તારમાં ઘણા બિલ્ડર્સ સાથે મળીને અત્યાધુનિક ક્લબ બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છે. જે આગામી દિવસોમાં ફ્લેટ ખરીદનારાઓ માટે મોટી ભેટ સમાન હશે. તેમજ આ સુવિધાઓ જ છે કે જે લોકોને વધુમાં પોતાની તરફ આકર્ષી રહ્યા છે.
આ પણ વાંચો-
Ankleshwar : રાજાપાટમાં કારચાલકે મંત્રીનો કાફલો અટકાવ્યો, આખરે તેની ધરપકડ કરી મંત્રીને માર્ગ અપાયો
આ પણ વાંચો-