Bhavnagar : મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાના બદલાયા સૂર, કહ્યુ- ચૂંટણી લડાવશે તો ભાજપમાં જોડાઈશ

|

Mar 20, 2024 | 10:32 AM

હજુ તો ગઇકાલે જ ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય રહેલા અને એક સમયના જાયન્ટ કિલર નેતા તરીકેની છાપ ધરાવતા કનુ કલસરિયાએ ભાજપના જોડાવાની અટકળો પર જાતે જ પૂર્ણ વિરામ મુક્યુ હતુ.જો કે એક જ દિવસમાં કનુ કલસરિયાના સૂર બદલાઇ ગયા છે. કનુ કલસરિયાએ નિવેદન આપ્યુ કે કોઈ જગ્યાએથી ચૂંટણી લડાવે તો ભાજપમાં જોડાઈશ.

હજુ થોડા દિવસો પહેલા જ એક સમયના ભાજપના કદાવર નેતા ગણાતા અને નરેન્દ્ર મોદી પણ જેમને ડૉક્ટર સાહેબ કહીને સંબોધતા હતા તે ડૉ કનુ કલસરિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી હતી. જો કે એ બાદ તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ. જેના પર કનુ કલસરિયાએ જણાવ્યુ હતુ કે તેઓ એક સપ્તાહની અંદર નિર્ણય કરીને જણાવશે.

તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડતા ગઇકાલે 19 માર્ચના રોજ તેમણે ભાજપમાં જોડાવાની વાત પર પૂર્ણવિરામ મુકી દીધો હતો. તેમણે કહ્યુ હતુ કે હાલ કોઈપણ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા નથી. ભાજપમાં જોડાવા માટે મારુ મન માનતુ નથી. વધુમાં તેમણે જણાવ્યુ કે મારી ખેડૂતોના પ્રશ્નો માટેની લડાઈ ચાલુ રહેશે.

આ પણ વાંચો-Kutch : ગાંધીધામની શાળાના પુસ્તકમાં ગૌમાંસ ખાવાના ઉલ્લેખનો વિવાદ વકર્યો, શાળાએ માગવી પડી માફી, જુઓ Video

જો કે આજે અચાનક તેમના બદલાયેલા સૂર જોવા મળી રહ્યા છે. કનુ કલસરિયાએ નિવેદન આપ્યુ છે કે કોઈ જગ્યાએથી ચૂંટણી લડાવે તો ભાજપમાં જોડાઈશ. કોઈ પદ મળે તો લોકકલ્યાણના કામો સરળતાથી થઈ શકે. તેમણે કહ્યુ કે સત્તા મેળવવાનો કે પદ પર ચોંટી રહેવાનો તેમને કોઈ મોહ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video