Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા, જૂની અદાવતમાં યુવકની હત્યા, જુઓ Video

| Updated on: Aug 16, 2026 | 10:54 PM

અમદાવાદના રાણીપમાં થયેલી યુવકની હત્યામાં પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. 8 આરોપીઓને કડીના છત્રાલમાંથી ઝડપી પાડ્યા છે. અંગત અદાવત અને અગાઉના ઝઘડાને કારણે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના મામલે પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓને પોલીસે કડીના છત્રાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવત અને અગાઉ થયેલા ઝઘડાને કારણે યુવકની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ અગાઉના વિવાદને લઈને યુવક સાથે રોષ રાખતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

હત્યાની ઘટનાને અંજામ આપવા આરોપીઓ ટેમ્પોમાં સવાર થઈને આવ્યા હતા. ઘટનાને લગતા સીસીટીવી ફૂટેજ પણ પોલીસના હાથે લાગ્યા છે, જેમાં આરોપીઓ ટેમ્પોમાં આવતા નજરે પડે છે. આ ફૂટેજના આધારે પોલીસે તપાસ આગળ વધારી હતી.

હાલ પોલીસે ઝડપાયેલા તમામ 8 આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ તેમજ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા પ્રયાસો ચાલુ છે.

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, પુલ સલામતી પર ગંભીર સવાલ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.