ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવા અંગે રામકથાકાર મોરારી બાપુએ આપી આ પ્રતિક્રિયા- જુઓ વીડિયો
ભાવનગરમાં નારીશક્તિ વંદન કાર્યક્રમમાં રામકથાકાર મોરારીબાપુ પહોંચ્યા હતા. આ સમયે મીડિયા દ્વારા તેમને ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવા કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારે મોરારી બાપુએ દારૂબંધીને લઈને આ પ્રતિક્રિયા આપી હતી. વાંચો
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કામ કરતા સત્તાવાર અધિકારીઓ, કર્મચારીઓ અને સત્તાવાર મુલાકાત લેનાર મુલાકાતીઓ માટે દારૂબંધી હળવી કરવામાં આવી છે. ત્યારે આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભાવનગરમાં આયોજિત નારીશક્તિ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રામકથાકાર મોરારીબાપુને જયારે આ અંગે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યુ કે આ નિર્ણયનો મે અભ્યાસ કર્યો નથી એટલે હાલ તેના વિશે કંઈ કહી ન શકુ. સાથે મોરારી બાપુએ ઉમેર્યુ કે આ મારો વિષય પણ નથી. આ નિર્ણય અંગે અભ્યાસ બાદ જ કંઈ કહી શકાય.
આપને જણાવી દઈએ કે વિપક્ષ કોંગ્રેસ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે રાજ્યમાં પાછલા બારણેથી દારૂબંધી હટાવવાની પેરવી સમાન ગણાવી રહી છે. બીજી તરફ ઉદ્યોગજગતના અગ્રણીઓએ આ નિર્ણયને આવકાર્યો છે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીને લઈને જે નિર્ણય લીધો છે તેનાથી અભૂતપૂર્વ ફાયદો થશે તેવુ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.
આપને જણાવી દઈએ કે રાજ્યમાં 1960થી દારૂબંધી અમલી છે અને હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટ આપવાનો નિર્ણય કરતા ઈન્ટરનેશનલ ટ્રેડ અને ફાઈનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓએ ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ આપવાના હેતુથી ડાઈન વિથ વાઈનની છૂટ અપાઈ છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
