વારાણસીમાં શિવ શરણે મોરારીબાપુની રામકથા, બાપુએ મોક્ષ પર કહી આ વાત, જુઓ Video

|

Jul 24, 2023 | 9:28 PM

મોરારીબાપુ દ્વારા 12 જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનું આયોજન થયું છે. જેમાં આજે બીજા દિવસે યાત્રા કાશી વિશ્વનાથ પહોંચી છે. હજારોની સંખ્યામાં ભાવિભક્તો પણ કથાનું સ્મરણ કરવા પહોંચ્યા હતા.

હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જેમાં મહાદેવ અને શ્રીવિષ્ણુ બંન્નેની આરાધનાનું માહાત્મ્ય છે. ત્યારે આ અત્યંત ફળદાયી માસમાં પ્રસિદ્ધ રામકથાકાર (Rama Katha) મોરારીબાપુ દ્વારા 12 જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનું આયોજન થયું છે. ત્યારે આજે બીજા દિવસે યાત્રા કાશી વિશ્વનાથ પહોંચી છે જ્યાં કથાનું આયોજન કરવામાં આવ્યું. મોરારી બાપુ કાશી વિશ્વનાથ પહોંચતાની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ પવિત્ર સ્થાન પર કથા હોવાથી હજારોની સંખ્યામાં ભાવિભક્તો પણ કથાનું સ્મરણ કરવા પહોંચ્યા હતા.

આ શુભ યાત્રા દરમિયાન TV9એ મોરારી બાપુ સાથે ખાસ વાતચીત કરી. મોક્ષ નગરી કાશીએથી શા માટે મોરારી બાપુએ એવું કહ્યું કે મારે મોક્ષ નથી જોઈતો. શા માટે મોરારી બાપુએ એવું કહ્યું કે કાશીમાં મરણ જ મુક્તિ છે.

આ પણ વાંચો : કાશી વિશ્વનાથમાં મોરારી બાપુના સાનિધ્યમાં રામકથા, મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ, જૂઓ Video

રામકથાનો પ્રારંભ 22 જુલાઈએ થયો. ત્યારબાદ ગઈકાલે કેદારનાથ ધામથી ઉત્તરાખંડના ઋષિકેશ યાત્રા પહોંચી અને આજે કાશી વિશ્વનાથ ખાતે યાત્રા પહોંચી હતી. અહિંયા કથા પૂર્ણ કર્યા બાદ ટ્રેન મારફતે યાત્રા ઝારખંડના વૈદ્યનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે પહોંચશે. આપને જણાવીએ કે કુલ 19 દિવસ આ યાત્રા ચાલવાની છે અને દરેક 12 જ્યોતિર્લિંગ પર એક દિવસની કથાનું આયોજન છે. મોરારી બાપુની આ 921મી રામ કથા છે.

Next Video