રામકથા યાત્રાનો આજે છઠ્ઠો પડાવ, ઔંઢા નાગનાથ ધામે રામકથાનું આયોજન, જુઓ Video

મોરારીબાપુની 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા આજે મહારાષ્ટ્ર પહોંચી હતી. મહારાષ્ટ્રના પરભણી સ્ટેશન પર મોરારીબાપુ અને શ્રદ્ધાળુઓનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 7:46 PM

Morari Bapu Ram Katha: એક પછી એક પડાવ પર આગળ વધી રહેલી મોરારી બાપુની 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા આજે મહારાષ્ટ્ર પહોંચી હતી. અહીંના પ્રસિદ્ધ ઔંઢા નાગનાથ મહાદેવ ધામે આજે રામકથાનું આયોજન હતું. ત્યારે મહારાષ્ટ્રના પરભણી સ્ટેશન પર મોરારીબાપુ અને શ્રદ્ધાળુઓનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આવનારા ચાર દિવસ મહારાષ્ટ્રના જ વિવિધ જ્યોતિર્લિંગ ધામોમાં રામકથા થશે.

આ પણ વાંચો : કાશી વિશ્વનાથમાં મોરારી બાપુના સાનિધ્યમાં રામકથા, મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ, જૂઓ Video

“12 જ્યોતિર્લિંગ રામકથા” યાત્રાનો આજે દસમો અને જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનો આજે છ્ઠ્ઠો દિવસ હતો. ત્યારે મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લાના ઔંઢા નાગનાથ ધામે મોરારીબાપુએ ભક્તોને રામકથાનું શ્રવણ કરાવ્યું હતું. નાગેશ્વર જ્યોતિર્લિંગ કયુ છે, તે સંબંધિત અલગ-અલગ માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર ઔંઢાના નાગનાથ મહાદેવને પણ નાગેશ્વર જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.

ત્યારે આજે મહારાષ્ટ્રની ભૂમિ પર મોટી સંખ્યામાં મરાઠી ભાવિકોએ, વારકરી સંપ્રદાયના લોકોએ રામકથાના શ્રવણનો લાભ લીધો હતો. તો, મોરારીબાપુએ પણ ભક્તોને વચન આપ્યું હતું કે તેઓ ભવિષ્યમાં નાગનાથ ધામે નવ દિવસની કથાનું આયોજન કરશે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">