પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓએ દિવ્યાંગોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની કરી ઉજવણી, જુઓ VIDEO

|

Aug 11, 2022 | 8:41 AM

શહેરના (porbandar city) પ્રાગજી બાપા આશ્રમ ખાતે પરિષદની મહિલાઓએ કુલ 82 દિવ્યાંગોને કપાળે તિલક કરી રાખડી બાંધી હતી.

પોરબંદર શહેરમાં રક્ષાબંધનની  (Rakshabandhan 2022) પૂર્વ સંધ્યાએ વિશ્વ હિન્દુ પરિષદની મહિલા પાંખ માતૃશક્તિ ગ્રુપની મહિલાઓએ દિવ્યાંગ લોકોને રાખડી બાંધી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. શહેરના (porbandar city) પ્રાગજી બાપા આશ્રમ ખાતે પરિષદની મહિલાઓએ કુલ 82 દિવ્યાંગોને કપાળે તિલક કરી રાખડી બાંધી હતી. અને તેમના શુભ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.આશ્રમના સંચાલકોએ પણ બહેનોના આ સદકાર્યની પ્રશંસા કરી હતી.

વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓ દ્વારા પર્વની અનોખી ઉજવણી

શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે રક્ષાબંધન (Rakshabandhan Festival) ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની સમગ્ર રાજયમાં હર્ષો- ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. આજે ભાઈ પણ બહેનને રક્ષા કરવાનું વચન આપશે અને બહેન ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે.ત્યારે ગઈકાલે કડી પોલીસ સ્ટેશન ખાતે પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓ દ્વારા આ પોલીસ ભાઇઓ ને રાખડી બાંધીને તેમની બહેનોની કમી પૂરી કરી હતી.મહત્વનું છે કે તહેવારો દરમિયાન પણ પોલીસકર્મીઓની ફરજ ચાલુ હોય છે,જેના પગલે વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓ દ્વારા આ રીતે પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

AMTS દ્વારા મહિલાઓને રક્ષાબંધનની ભેટ

અમદાવાદ મહાનગરપાલિકાએ રક્ષાબંધન નિમિત્તે બહેનોને (Women) મોટી ભેટ આપી છે.રક્ષાબંધન તહેવાર નિમિતે AMTSમાં મહિલાઓ માટે મુસાફરી ફ્રી (રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસેAMTSમાં મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે. સાથે જ 10 વર્ષથી નાના બાળકોને પણ મુસાફરી ફ્રી રહેશે. અગાઉ રક્ષાબંધન તહેવાર નિમિત્તે માત્ર 10 રૂપિયા ટિકીટ દર રખાયો હતો પરંતુ હવે બાળકો અને મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણ ફ્રી (Free travelling) હોવાની મહત્વની જાહેરાત AMTS તરફથી કરવામાં આવી છે.

Next Video