AMTS દ્વારા રક્ષાબંધનની ભેટ : મહિલાઓ અને દશ વર્ષથી નાના બાળકો આજે વિના મૂલ્યે મુસાફરી કરી શકશે

AMTS દ્વારા રક્ષાબંધનની ભેટ : મહિલાઓ અને દશ વર્ષથી નાના બાળકો આજે વિના મૂલ્યે મુસાફરી કરી શકશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 7:09 AM

AMTS ના નિર્ણયને પગલે રક્ષાબંધનના દિવસે (Rakshabandhan 2022) AMTSમાં મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે.

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાએ રક્ષાબંધન નિમિત્તે બહેનોને (Women) મોટી ભેટ આપી છે.રક્ષાબંધન તહેવાર નિમિતે AMTSમાં મહિલાઓ માટે મુસાફરી ફ્રી (રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે (Rakshabandhan 2022) AMTSમાં મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે. સાથે જ 10 વર્ષથી નાના બાળકોને પણ મુસાફરી ફ્રી રહેશે. અગાઉ રક્ષાબંધન તહેવાર નિમિત્તે માત્ર 10 રૂપિયા ટિકીટ દર રખાયો હતો પરંતુ હવે બાળકો અને મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણ ફ્રી (Free travelling) હોવાની મહત્વની જાહેરાત AMTS તરફથી કરવામાં આવી છે.

શ્રાવણ માસને લઇ AMTSની ટિકિટના દરમાં ઘટાડો

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવ મંદિરોમાં લોકો દર્શન કરવા માટે જતા હોય છે. અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો પર પવિત્ર શ્રાવણ માસમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે જતા હોય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) દ્વારા ચલાવવામાં આવતી AMTS બસની ધાર્મિક બસ પ્રવાસ યોજનાની ટિકિટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે પ્રવાસીઓ શ્રાવણ માસ (Shravan 2022) દરમિયાન અમદાવાદ તથા આસપાસના શિવમંદિરોમાં દર્શનાર્થે સરળતાથી જઈ શકશે. આ સાથે જ રક્ષાબંધનના દિવસે પણ મહિલાઓ માટે મનપસંદ ટિકિટની યોજના રાખવામાં આવી છે.

શ્રાવણમાં AMTSની ભક્તોને ભેટ

AMTSમાં સામાન્ય દિવસોમાં ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં પુખ્ત વયના લોકોની 90 અને બાળકોની 45 રૂપિયા ટિકિટ હોય છે. જેને ઘટાડી પુખ્ત વયના લોકો માટે 60 અને બાળકો માટે 30 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે પણ મહિલાઓ માટે મનપસંદ ટિકિટ યોજનામાં માત્ર 10 રૂપિયામાં મહિલાઓ મુસાફરી કરી શકશે. બાળકોની પાંચ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના શરૂ કરવામાં આવી છે.

 

g clip-path="url(#clip0_868_265)">