Gujarati Video : અમદાવાદના રખિયાલથી ગુમ થયેલા 3 બાળકો રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા

| Edited By: | Updated on: May 24, 2023 | 11:49 AM

આ બાળકો ગત સોમવારે ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા હતા. જો કે સાંજ સુધી ઘરે નહિ આવતા પરિવારજનોએએ તેમની શોધખોળ શરૂ કરી હતી. જો ન મળતા તેમણે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બાળકો મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

અમદાવાદના(Ahmedabad) રખિયાલથી(Rahkiyal) ગુમ થયેલા 3 બાળકો(Child) મળી આવ્યા છે. આ ત્રણ બાળકો કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા છે. જેમા મળતી માહિતી મુજબ આ બાળકો બે દિવસ સુધી કાલુપુર રેલવે સ્ટેશન પર જ રહ્યા હતા. જેમાં રેલવે પોલીસના જવાનોને ધ્યાનમાં આવતા બાળકોને રખિયાલ પોલીસ મથકે પહોંચાડ્યા હતા. આ બાળકો ગત સોમવારે ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા હતા.

જો કે સાંજ સુધી ઘરે નહિ આવતા પરિવારજનોએએ તેમની શોધખોળ શરૂ કરી હતી. જો ન મળતા તેમણે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બાળકો મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો