Gujarati Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, પીવાના પાણી સહીતના અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

Gujarati Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, પીવાના પાણી સહીતના અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 9:48 AM

ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની (  Cabinet meeting ) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ના પરિણામની જાહેરાત અંગે મંથન કરવામાં આવશે.

ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની ( Cabinet meeting ) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં ચિંતન શિબિર બાદ નક્કી કરાયેલા મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિને લઈ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે.

આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ના પરિણામની જાહેરાત અંગે મંથન કરવામાં આવશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. આજની કેબિનેટ બેઠકમાં સરકારની નીતિગત બાબતો અને આગામી આયોજનો પર પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar : સહકાર પ્રધાન જગદિશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સંસદસભ્ય અને ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની મળી બેઠક, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ બાબતે થઈ ચર્ચા

આ અગાઉ મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં પીવાના પાણીને લઈ કેબિનેટ અને સહાય પેકેજ પર ખેડૂતોની અરજીઓ અને ચૂકવણી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બાજરી, રાગી સહિતની જણસીની ખરીદી પર સમીક્ષા કરવામાં આવી હતી.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">