સિંહોના મૃત્યુને લઈને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મુળુ બેરાને પત્ર લખી ગંભીર સવાલો ઉઠાવ્યા, જુઓ Video

સિંહોના મૃત્યુને લઈને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મુળુ બેરાને પત્ર લખી ગંભીર સવાલો ઉઠાવ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 01, 2025 | 11:10 AM

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખીને જાફરાબાદ રેન્જમાં સિંહોના મૃત્યુ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વન વિભાગના અધિકારીઓની બેદરકારી અને અણઆવડતને કારણે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે.

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખીને જાફરાબાદ રેન્જમાં સિંહોના મૃત્યુ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વન વિભાગના અધિકારીઓની બેદરકારી અને અણઆવડતને કારણે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા બે મહિનામાં “પાલીતાણા શેત્રુંજી ડીવીજન” અને “ધારી ગીર પૂર્વ ડીવીજન”માં સિંહોના મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે.

સિંહોના મૃત્યુ આંકમાં ચિંતાજનક વધારો

રાજુલાના ધારાસભ્યએ કહ્યું કે જો વન વિભાગના અધિકારીઓએ સમયસર સિંહબાળની તપાસ કરી હોત તો ઘણા મૃત્યુ અટકાવી શકાયા હોત. વાયરસના કારણે મૃત્યુ થયા હોવા છતાં અધિકારીઓએ યોગ્ય તપાસ ન કરી હોવાનો આક્ષેપ હીરા સોલંકીએ કર્યો છે..હીરા સોલંકીએ સિંહના મૃત્યુ પાછળ અધિકારીઓની ભૂલ, અણઆવડત અને નિષ્કાળજીને જવાબદાર ગણાવી છે.

જાફરાબાદના કાગવડ વિસ્તારમાં નવ સિંહબાળ અને એક સિંહણને બચાવવા માટે એક મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન પાછળનું મુખ્ય કારણ બે સિંહબાળના શંકાસ્પદ મૃત્યુ છે. આ મૃત્યુ કેવી રીતે થયા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ ભેદી રોગચાળાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિંહોને બચાવવા માટે પુરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 01, 2025 11:09 AM