પોતાના એક મતવિસ્તારમાં પ્રચાર નથી કરી શકતા ચૈતર વસાવા, નર્મદામાં પ્રવેશની માગ સાથે હવે તે હાઇકોર્ટની શરણે

|

Mar 21, 2024 | 11:18 AM

લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે.એક તરફ અગાઉના કેસમાંથી તેઓ માંડ માંડ છુટવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યાં ચૂંટણી સમયે જ તેમને કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે.

લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે.એક તરફ અગાઉના કેસમાંથી તેઓ માંડ માંડ છુટવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યાં ચૂંટણી સમયે જ તેમને કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે.

લોકસભા ચૂંટણી નજીકમાં જ છે. ચૈતર વસાવા મતદારો વચ્ચે સતત જઇ રહ્યા છે. જો કે નર્મદામાં હજુ પણ તેઓ મતદારો પાસે જઇ શકતા નથી. ચૈતર વસાવાએ નર્મદા સેસન્સ કોર્ટમાં નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત રદ કરવાની અરજી કરી હતી. ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતે જામીન આપવામાં આવ્યા છે જેની સામે ચૈતર વસાવાએ રાજપીપળા કોર્ટ સમક્ષ અરજી પ્રવેશબંધી રદ કરવા અપીલ આપી હતી.જો કે તેમાંથી પણ નિરાશા મળી હતી.

આ પણ વાંચો-Mehsana: વેકરા ગામમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયુ, બે વિદેશી મહિલા સહિત 25 જુગારી સકંજામાં, જુઓ Video

હવે રાજપીપળા કોર્ટમાંથી નિરાશા બાદ ચૈતર વસાવા હાઇકોર્ટના શરણે પહોંચ્યા છે. પ્રવેશબંધી હટાવવાની માગ સાથે વડી અદાલતમાં તેમણે અરજી કરી છે.ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવાથી મતદારો પાસે મત માગવો એ અધિકાર હોવાની તેમણે અરજી કરી છે. અગાઉ રાજપીપળા કોર્ટે નર્મદામાં પ્રવેશબંધી હટાવવાની માગ ફગાવી હતી. આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video