રાજકોટ વીડિયો : જલારામ બાપાની 224મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી, મહાપ્રસાદ સહિતના થશે આયોજન
આવતી કાલે જલારામ બાપામી જન્મ જયંતિ હોવાથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.જલારામ બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખી સાથેની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જન્મ જયંતિ નિમિત્તે વીરપુરમાં ધજા,પતાકા, કમાનો તેમજ રોશનીથી શણગારમાં આવ્યું છે.
સંત શિરોમણિ પૂજ્ય જલારામ બાપાની 224મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરાશે. આવતી કાલે જલારામ બાપામી જન્મ જયંતિ હોવાથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. જલારામ બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખી સાથેની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.
જન્મ જયંતિ નિમિત્તે વીરપુરમાં ધજા,પતાકા, કમાનો તેમજ રોશનીથી શણગારમાં આવ્યું છે. પુજ્ય બાપાની જન્મ જયંતી ઉજવવાની તડામાર તૈયારીઓને અત્યારે સ્વયં સેવકોએ આખરી ઓપ આપી દીધો છે. તો બીજી તરફ બાપાની જન્મ જયંતિ હોવાથી અત્યારથી જ ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બાપાના દર્શને આવતા ભાવિકોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 300થી વધુ સ્વયંમ સેવકો ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડેપગે રહેશે.