રાજકોટ વીડિયો : જેતપુરમાં ટ્રેનની અડફેટે આવતા બે લોકોના કમકમાટી ભર્યુ મોત, મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા

| Edited By: | Updated on: Nov 16, 2023 | 7:59 AM

રાજકોટના જેતપુરમાં ટ્રેનની અડફેટે બે લોકોનાં મોત થયા છે.આ ઘટના પીઠડિયા અને વીરપુર વચ્ચેની છે.જ્યાં મોડી રાત્રે 12 વર્ષીય બાળક અને 35 વર્ષીય પુરૂષનું ટ્રેનની અડફેટે મોત થયું છે. જેતપુર પીઠડીયા નજીક ટ્રેન નીચે કપાતા બેના કમકમાટી ભર્યા મોત છે. જેતપુર પીઠડીયા નજીક ટ્રેન મા એક યુવક અને એક બાળક ટ્રેન નીચે કપાયા હોવાની ઘટના બની છે.

રાજ્યમાં અનેક વાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણી વાર તમે સાંભળ્યુ હશે કે ટ્રેનની અડફેટે પશુઓ આવતા હોય છે. પરંતુ આ ઘટનામાં ટ્રેનની અડફેટે આવતા બે લોકોના મોત થયા છે. રાજકોટના જેતપુરમાં ટ્રેનની અડફેટે બે લોકોનાં મોત થયા છે. આ ઘટના પીઠડીયા અને વીરપુર વચ્ચેની છે. જ્યાં મોડી રાત્રે 12 વર્ષીય બાળક અને 35 વર્ષીય પુરૂષનું ટ્રેનની અડફેટે મોત થયું છે.

જેતપુર પીઠડીયા નજીક ટ્રેન નીચે કપાતા બેના કમકમાટી ભર્યા મોત છે. જેતપુર પીઠડીયા નજીક ટ્રેન મા એક યુવક અને એક બાળક ટ્રેન નીચે કપાયા હોવાની ઘટના બની છે. રાજકોટ થી વેરાવળ જતી ટ્રેન નીચે અજાણીયા આશરે 35 વર્ષીય યુવક અને આશરે 12 વર્ષીય બાળક ટ્રેન અડફેટે આવ્યાની ઘટના બની હતી.

બંનેના મૃતદેહને તાત્કાલિક જેતલસર જંકશન રેલવે પોલીસ દ્વારા ખસેડાયા. વીરપુર પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા. વીરપુર પોલીસે અજાણ્યા યુવક અને બાળક કોણ છે ક્યાંના છે તેની ઓળખ માટેની તપાસ હાથ ધરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો