Rajkot Video : LRDમાં બોગસ કોલ લેટરના આધારે ભરતીનું કૌભાંડ, આરોપી પ્રદિપ મકવાણા બોગસ કોલ લેટર સાથે ઝડપાયો

Rajkot Video : LRDમાં બોગસ કોલ લેટરના આધારે ભરતીનું કૌભાંડ, આરોપી પ્રદિપ મકવાણા બોગસ કોલ લેટર સાથે ઝડપાયો

| Edited By: | Updated on: Aug 23, 2023 | 2:28 PM

આરોપી પ્રદિપ મકવાણા નામનો યુવક બોગસ કોલ લેટર લઇને ગયો હતો, પરંતુ કોલ લેટર શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે પ્રદિપ મકવાણાની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રદિપ મકવાણાના માસા ભાવેશ ચાવડાએ 4 લાખમાં સેટિંગ કરાવી આપવાની લાલચ આપી હતી.

Rajkot : રાજકોટમાં LRDમાં બોગસ કોલ લેટરના (Bogus call letter) આધારે ભરતીના કૌભાંડનો (Recruitment scam) પર્દાફાશ થયો છે. પોલીસમાં LRD તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતી થવાનું કૌભાંડ ઝડપાયું છે. LRD ભરતીમાં બનાવટી નિમણૂંક પત્રના આધારે ઘુસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપી પ્રદિપ મકવાણા નામનો યુવક બોગસ કોલ લેટર લઇને ગયો હતો, પરંતુ કોલ લેટર શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો-Jamnagar Video : લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરા મુકનાર બેંક મેનેજરની ધરપકડ, પોલીસ ફરિયાદ બાદ રજા પર ઉતરી ગયો હતો

જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે પ્રદિપ મકવાણાની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં સામે આવ્યું છે કે .પ્રદીપ મકવાણા નામનો યુવક શારીરિક કસોટીમાં ફેલ થયો હતો. પ્રદિપ મકવાણાના માસા ભાવેશ ચાવડાએ 4 લાખમાં સેટિંગ કરાવી આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં ભાવેશ ચાવડાએ સેટિંગના નામે 4 લાખ પડાવ્યાં હતા અને 2021 LRD ભરતીનો બોગસ કોલ લેટર પ્રદિપને આપ્યો હતો. LRDમાં ભરતી કરાવવાના નામે બોગસ કોલ લેટર આપ્યો હતો. હાલ તો પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.

 જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 23, 2023 12:19 PM
Follow Us