રાજકોટ વીડિયો : થેલેસેમિયાની કેલ્ફર દવા માટે દર્દીઓને ધક્કા ખાવાનો વારો, આજ કાલમાં આવી જશે તેવા ઉડાઉ જવાબ આપ્યો

| Edited By: | Updated on: Dec 07, 2023 | 7:28 AM

થેલેસેમિયાના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી એવી કેલ્ફર દવા સિવિલમાં છેલ્લા એક મહિનાથી નથી.એવું નથી કે આ વાતથી હોસ્પિટલ તંત્ર અજાણ છે.એક-એક મહિનાથી થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ દવા માટે રજૂઆત કરી રહ્યા છે.પરંતુ, દવા આજે કે કાલે આવી જશે તેવા ઉડાઉ જવાબ આપવામાં આવે છે.આ દવા થેલેસેમિયાના દર્દીઓ માટે કેટલી મહત્વની છે અને તે દવા ન લેવામાં આવે તો દર્દીઓને અસર થાય છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે.થેલેસેમિયાના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી એવી કેલ્ફર દવા સિવિલમાં છેલ્લા એક મહિનાથી નથી.એવું નથી કે આ વાતથી હોસ્પિટલ તંત્ર અજાણ છે.એક-એક મહિનાથી થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ દવા માટે રજૂઆત કરી રહ્યા છે.પરંતુ, દવા આજે કે કાલે આવી જશે તેવા ઉડાઉ જવાબ આપવામાં આવે છે.આ દવા થેલેસેમિયાના દર્દીઓ માટે કેટલી મહત્વની છે અને તે દવા ન લેવામાં આવે તો દર્દીઓને અસર થાય છે.

કેલ્ફર દવા એક મહિનાથી સિવિલમાં ઉપલબ્ધ જ નથી આ વાત સિવિલ સુપરીન્ટેન્ડેન્ટે પણ સ્વીકારી છે.એક-એક મહિનાથી રજૂઆત કરી થેલેસેમિયાના દર્દીઓનું મોઢુ થાકી ગયું પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું.

પરંતુ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓએ મીડિયાને સાથે રાખી રજૂઆત કરતા હવે સિવિલ તંત્ર આળસ ખંખેરી ઉભું થયું છે અને સિવિલ સુપરીન્ટેન્ડેન્ટે સાંજ સુધી દવાનો જથ્થો મંગાવવાની ખાતરી આપી છે.તેમજ દર્દીઓની સારવાર માટે જરૂરી બંધ હાલતમાં પડેલા LR મશીનને તાત્કાલિક અસરથી શરૂ કરવાની બાંહેધરી આપી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 06, 2023 10:26 PM