રાજકોટ વીડિયો : આત્મીય કોલેજના કેમ્પસમાં બેફામ કાર ડ્રાઈવિંગ કરેલા સગીરે 2 વિદ્યાર્થીને લીધા અડફેટે
કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજના કેમ્પસમાં સગીરે અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યુ છે. કોલેજ કેમ્પસમાં બેફામ કાર ડ્રાઈવિંગ કરી રહેલા સગીરે 2 વિદ્યાર્થીને અડફેટે લીધા હતા.જેમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. અકસ્માત બાદ સગીર કાર લઈને ફરાર થઈ ગયો છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરીને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું નિવેદન લીધું છે
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. તો રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. જેના પગલે રાજકોટ શહેરમાં રફતારનો કહેર જોવા મળ્યો હતો. કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજના કેમ્પસમાં સગીરે અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યુ છે. કોલેજ કેમ્પસમાં બેફામ કાર ડ્રાઈવિંગ કરી રહેલા સગીરે 2 વિદ્યાર્થીને અડફેટે લીધા હતા.જેમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે.
અકસ્માત બાદ સગીર કાર લઈને ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરીને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું નિવેદન લીધું છે. માત્ર 15 વર્ષની અપરિપક્વ વયે બેફામ ડ્રાઈવિંગ કરીને સગીરે નિયમોના જાહેરમાં ધજાગરા ઉડાડ્યા છે.
તો બીજી તરફ રાજકોટના સાંઢિયા પુલ નજીક અકસ્માત થયેલા હિટ એન્ડ રન કેસમાં બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ગાંધીગ્રામ પોલીસે આશિષ સાકરિયા અને ફારૂક શાહમદારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બંને શખ્સો દારૂના નશામાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. માધાપર ચોકડી પાસે અવાવરૂ જગ્યા બંનેએ દારૂ પીધા બાદ આશિષ કાર ચલાવતો હતો.