Rajkot Video : 3 જુલાઇએ ઝડપાયેલા શંકાસ્પદ સીરપને લઇને મોટો ખુલાસો, આયુર્વેદિક બોટલમાં હતું ઇથાઇલ આલ્કોહોલ

|

Aug 03, 2023 | 9:59 AM

ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના આગેવાન ધર્મેન્દ્ર અને રૂપેશ ડોડીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) તેમજ ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.

Rajkot : રાજકોટમાં ગત મહિનામાં ઝડપાયેલા શંકાસ્પદ સીરપને (Syrup) લઇને મોટો ખુલાસો થયો છે. આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપ (Intoxicating syrup) વેચવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના આગેવાન ધર્મેન્દ્ર અને રૂપેશ ડોડીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) તેમજ ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં ખુલાસો થયો છે કે આયુર્વેદિક બોટલમાં ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરાતો હતો. 3 જુલાઇએ વિવિધ જગ્યાએથી શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપાયો હતો. લગભગ સીરપનો 73 લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો હતો.

આ પણ વાંચો-Gandhinagar Video : ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ વગર જ લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ, 20 એજન્ટની કરાઇ અટકાયત

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video