Rajkot Video : 3 જુલાઇએ ઝડપાયેલા શંકાસ્પદ સીરપને લઇને મોટો ખુલાસો, આયુર્વેદિક બોટલમાં હતું ઇથાઇલ આલ્કોહોલ
ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના આગેવાન ધર્મેન્દ્ર અને રૂપેશ ડોડીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) તેમજ ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.
Rajkot : રાજકોટમાં ગત મહિનામાં ઝડપાયેલા શંકાસ્પદ સીરપને (Syrup) લઇને મોટો ખુલાસો થયો છે. આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપ (Intoxicating syrup) વેચવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના આગેવાન ધર્મેન્દ્ર અને રૂપેશ ડોડીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) તેમજ ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં ખુલાસો થયો છે કે આયુર્વેદિક બોટલમાં ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરાતો હતો. 3 જુલાઇએ વિવિધ જગ્યાએથી શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપાયો હતો. લગભગ સીરપનો 73 લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો હતો.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News