રાજકોટ ટ્રાફિક પોલીસ ઘેરાઈ, વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video

રાજકોટ ટ્રાફિક પોલીસ ઘેરાઈ, વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 11, 2026 | 6:56 PM

રાજકોટમાં ટ્રાફિક ટોઇંગ વાહન વીમા વિનાનું હોવાનો ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી ટ્રાફિક પોલીસને સવાલો કર્યા હતા.

રાજકોટમાં ટ્રાફિક ટોઇંગ વાહનને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે ટ્રાફિક પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતું ટોઇંગ વાહન વીમા વિનાનું હોવાનું બહાર આવ્યું છે. એક જાગૃત નાગરિકે આ અંગે વીડિયો બનાવી ટ્રાફિક પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા સાથે ટ્રાફિક પોલીસે રકઝક કરી હોવાના પણ આરોપ છે. આ ઉપરાંત, ટ્રાફિક પોલીસ ઓનલાઇન ચલણના રૂપિયા ન લેતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જ્યારે લોકોએ ટ્રાફિક પોલીસને આ અંગે સવાલો પૂછ્યા, ત્યારે પોલીસકર્મીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.

આ સમગ્ર મામલે એક વકીલે રાજકોટના પોલીસ કમિશ્નરને લેખિત અરજી કરી છે. ફરિયાદીનો સ્પષ્ટ આરોપ છે કે જે પોલીસ વાહનચાલકોને દંડ ફટકારે છે અને નો પાર્કિંગમાં રહેલા વાહનોને ટોઇંગ કરે છે, તે પોલીસના પોતાના વાહનનો જ વીમો નથી. પબ્લિક એકત્ર થઈને આ અંગે સવાલો કર્યા ત્યારે ટોઇંગ વ્હીકલનો વીમો ન હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ વાયરલ થયેલા વીડિયોમાં એક પોલીસ અધિકારી ‘પબ્લિક હેરાન થતી હોય તો ભલે થાય’ તેમ બોલતા હોવાનો પણ દાવો છે, જે પ્રજામાં રોષ જગાવી રહ્યો છે. આ ઘટના પોલીસના બેવડા ધોરણો પર પ્રકાશ પાડે છે.

BP, હાર્ટ અને ડાયાબિટીસ સહિતની દવાઓ હવે સસ્તી! સરકારે 39 જરૂરી દવાઓની મહત્તમ કિંમત નક્કી કરી

Follow Us
Loading...
Unable to load recommendations.