રાજકોટ(Rajkot) ગોંડલ માર્કેટ(Gondal Market) ખાતે ડુંગળીની(Onion) ખરીદી ચાલી રહી છે.. ત્યારે અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ અહીં ખરીદી માટે આવી રહ્યાં છે.. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના 20 હજાર કટ્ટાની આવક જોવા મળી છે.. આ સાથે યાર્ડમાં ડુંગળીની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 150/- થી લઈને 475/-સુધીના બોલાયો છે.. આ વખતે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટીને કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું છે.. જેના કારણે ડુંગળીના ભાવ પણ ઉચકાયા છે.. ગોંડલ માર્કેટ યાર્ડમાં અન્ય રાજ્યોમાં વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે.યાર્ડ તરફથી વેપારીઓને જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.. ત્યારે વેપારીઓ પણ યાર્ડની વ્યવસ્થાથી ખુશ છે.
આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી નદીમાં આપઘાતના બનાવો વધ્યા, બે દિવસમાં બે યુવકોને બચાવાયા
આ પણ વાંચો : ભાવનગરમાં કોરોનાના દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ કરાઇ