Rajkot: જસદણના વિરનગર ગામે ચોરીની વિચિત્ર ઘટના, ચોર વીજ ટ્રાન્સફોર્મર ચોરી ગયા, જુઓ Video

Rajkot: જસદણના વિરનગર ગામે ચોરીની વિચિત્ર ઘટના, ચોર વીજ ટ્રાન્સફોર્મર ચોરી ગયા, જુઓ Video

| Edited By: | Updated on: Oct 18, 2024 | 2:30 PM

દેશ અને વિદેશમાં ચોરીની ઘટનાઓ બનતી રહે છે.તમે ચોરીના ઘણા એવા સમાચાર સાંભળ્યા હશે, જેમાં ચોર ઘર, દુકાન કે અન્ય જગ્યાઓને નિશાન બનાવે છે. પરંતુ આજે અમે તમને ચોરીની એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં ચોર ગામનું વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા.

દેશ અને વિદેશમાં ચોરીની ઘટનાઓ બનતી રહે છે.તમે ચોરીના ઘણા એવા સમાચાર સાંભળ્યા હશે, જેમાં ચોર ઘર, દુકાન કે અન્ય જગ્યાઓને નિશાન બનાવે છે. પરંતુ આજે અમે તમને ચોરીની એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં ચોર ગામનું વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા. અજીબોગરીબ ચોરીની આ ઘટના સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આજ સુધી તમે ઘરેણાં, પૈસા અને કીમતી ચીજવસ્તુઓની ચોરી વિશે સાંભળ્યું જ હશે,પરંતુ રાજકોટ જિલ્લાના જસદણ વિરનગર ગામે વીજ ટ્રાન્સફોર્મરની ચોરી થઇ છે. ચોર વીરનગર ગામે સ્મશાન નજીકથી વીજ ટ્રાન્સફોર્મરની જ ચોરી કરી ગયા છે. આટકોટ પોલીસે તપાસ કરતા તળાવમાંથી ટ્રાન્સફોર્મર ખોલેલી હાલતમાં મળી આવ્યુ છે. સમગ્ર મામલે આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.