રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે CMને લખ્યો પત્ર

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપવા મામલે વિરોધ ઉગ્ર બન્યો છે. કામગીરીમાં હાજર ન થઈ શક્તા શિક્ષકો માટે નીકળેલા વોરંટનો શિક્ષકો એકસૂરે વિરોધ કરી રહ્યા છે. આ મામલે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે CM અને ઈલેક્શન કમિશનને પત્ર લખ્યો છે.

| Edited By: | Updated on: Nov 16, 2025 | 9:37 PM

રાજકોટમાં શિક્ષકોએ હવે BLOની જવાબદારી સોંપવા મામલે વિરોધ તેજ કર્યો છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે આ મુદ્દે મુખ્યમંત્રી અને મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી છે. કામગીરીમાં હાજર ન થઈ શકતા શિક્ષકો માટે નીકળેલા વોરંટનો વિરોધ ઉઠ્યો છે. પત્રમાં BLO ફરજને કારણે શિક્ષણ કાર્ય પર પણ અસર પડતી હોવાની રજૂઆત કરાઈ છે. અધિકારીઓ દ્વારા દરરોજના શક્ય ન હોય તેવા ટાર્ગેટ અપાતા હોવાની પણ રજૂઆત કરાઈ છે. શિક્ષકો વિરૂદ્ધ ધરપકડ વોરંટ ન કાઢવા માટે માંગણી કરવામાં આવી છે.

BLOની કામગીરી માટે સરકાર અલગ કેડર ઊભી કરે તેવી પણ માગ કરાઈ છે. તમામ કેડરમાંથી કર્મચારીઓને કામગીરીની સમાન ફાળવણી થાય તેવી રજૂઆત સાથે 12 કેડરને કામગીરી સોંપવાની હોવા છતાં શિક્ષકોને જ જવાબદારી આપતા હોવાનો આક્ષેપ કરાયો છે.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે આક્ષેપો કર્યા છે કે સરકારની અન્ય કેડર પણ કામગીરી સોંપવાની હોય છે. છતાં માત્ર સરકારી શિક્ષકોને જ 80થી 90 ટકા કામગીરી સોંપવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીના ભણતર પર પણ અસર પડી રહી છે. એટલું જ નહીં જો શિક્ષક હાજર ન થાય તો ધરપકડ વોરંટ પણ અપાય છે, જેનો ભારે વિરોધ કરાઈ રહ્યો છે.

Breaking News: લાલુની લાડલી દીકરી રોહિણીએ છોડી પાર્ટી અને પરિવાર સાથે પણ ફાડ્યો છેડો, આ વ્યક્તિને ગણાવ્યો જવાબદાર નમસ્તે!