Rajkot: પ્રેમ લગ્ન મુદ્દે SPGના અધ્યક્ષ લાલજી પટેલની ટકોર, લગ્ન નોંધણીમાં દીકરીના માતા-પિતાની સહી થવી જોઈએ ફરજિયાત- Video

|

Aug 21, 2023 | 12:21 AM

Rajkot: પ્રેમલગ્નનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ વખતે SPGના લાલજી પટેલે પ્રેમલગ્ન મુદ્દે માતાપિતાની મંજૂરી ફરજિયાત કરવાની ચર્ચા છેડી છે. લાલજી પટેલે શું કહ્યુ પ્રેમલગ્ન વિશે વાંચો અહીં-

Rajkot: રાજકોટમાં દીકરીઓના ભાગીને પ્રેમલગ્ન કરવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. એક કાર્યક્રમમાં SPGના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે અસામાજીક તત્વો દીકરીને લલચાવી-ફોસલાવીને ભગાડી જાય છે. જ્યારે દીકરી ભાગી જાય ત્યારે માતા-પિતાની સ્થિતિ સમાજમાં ફફોડી બને છે. આ ચિંતા એકલા પાટીદાર સમાજની નથી. પરંતુ સર્વ સમાજના લોકો દીકરીઓના ભવિષ્યને લઈને ચિંતિત છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલ લગ્ન નોંધણી સમયે માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માગણી કરી. થોડા દિવસો પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલે પણ કાયદામાં સુધારો કરવા મુદ્દે હકારાત્મક સંકેત આપ્યા હતા.

થોડા દિવસો પૂર્વે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મહેસાણામાં એસપીજીના કાર્યક્રમ દરમિયાન પ્રેમલગ્ન વિશે નિવેદન આપ્યુ હતુ. મહેસાણા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દીકરીઓ ભાગીને પ્રેમલગ્ન કરે છે, તે બાબતે માતા-પિતાની સંમતિ થાય તે અંગે વિચારવું જોઈએ તેમ સૂચન કર્યા બાદ મુખ્યમંત્રીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ અંગે સ્ટડી કરીશું અને બંધારણ ના નડે તે રીતે દીકરીઓના પ્રેમલગ્ન બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું. મુખ્યમંત્રીની આ હકારાત્મક હામી બાદ ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ પણ ટ્વીટ કરી વીડિયો જારી કરતા મુખ્યમંત્રીની વાતને સમર્થન જારી કર્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: સોલા સિવિલ તંત્રની ઘોર બેદરકારી, બેઝમેન્ટમાં વીજ વાયર નજીક જ પાણીની લાઈનમાં લીકેજ- જુઓ Video

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:21 am, Mon, 21 August 23

Next Video