Rajkot: હવે કોઈ દુકાનદાર જાહેરમાં કચરો ફેંકશે તો દુકાન થશે સીલ, RMC સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કરાશે કાર્યવાહી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 27, 2023 | 8:07 PM

જો તમે જાહેરમાં દુકાનની બહાર કચરો ફેંકતા હોય અથવા ગંદકી કરતા હોય તો ચેતી જજો નહિતર તમારી દુકાન કે ધંધાકીય એકમ સીલ થઈ જશે. રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકવા અને ગંદકી કરવા બદલ ત્રિકોણ બાગ ખાતે આવેલી મચ્છોધણી ચા ની હોટલ RMC ના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે.

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી RMC દ્વારા સરકારની ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને જાહેરમાં ગંદકી ફેલાવનાર એકમો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ત્રિકોણ બાગ ખાતે આવેલી મચ્છોધણી હોટલ દ્વારા જાહેરમાં લોકોના આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેરમાં ગંદકી તેમજ કચરો ફેંકવામાં આવતો હતો. ગત 23 ઑક્ટોબરના રોજ RMC સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા નોટિસ આપીને 500 રૂપિયાનો દંડ વસૂલી આગળ જતાં ગંદકી ન કરવા સૂચના આપવામાં આવી હતી.

તેમ છતાં ગતરોજ RMC દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવતા પહેલાની જેમ જ ખૂબ કચરો અને ગંદકી જોવા મળ્યા હતા જેથી RMC ના ડેપ્યુટી કમિશ્નર અનિલ ધામેલિયાના આદેશથી હોટેલ માલિકને નોટિસ આપીને હોટલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે.

આગામી સમયમાં કડક પગલાં લેવાની કાર્યવાહી યથાવત રહેશે – મ્યુનિસિપલ કમિશનર

આ અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ જણાવ્યું હતું કે RMC રાજકોટ શહેરને સ્વચ્છ રાખવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આ અભિયાનમાં લોકો પણ સ્વયંભૂ પોતાની ફરજ અદા કરે તે જરૂરી છે. લોકોએ સ્વયંભૂ જાગૃત થવાની જરૂર છે. પરંતુ કેટલાક લોકો જાહેરમાં ગંદકી ફેલાવે છે જેને લઇને વહીવટી તંત્ર કડક પગલાં લેવા મજબૂર બને છે.

આ પણ વાંચો : Rajkot Video : કુવાડવાના શુક્લ પીપળિયા ગામે બે જૂથ વચ્ચે મારામારી, 3 લોકો ઈજાગ્રસ્ત

વધુમાં મ્યુનિ. કમિશ્નરએ જણાવ્યું હતું કે જાહેર સ્વચ્છતાને અવગણીને ગંદકી કરનારા ધંધાકીય એકમો સામે દંડ અને સીલ કરવાની કાર્યવાહી કરવાની કામગીરી આવનારા સમયમાં પણ સતત ચાલુ રહેશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો