Rajkot: રાજકોટના ધોરાજી PSI દ્વારા મહિલા સરપંચને હેરાનગતીનો ગંભીર આક્ષેપ, કાર્યવાહીની માંગ કરાઈ, જુઓ Video
રાજકોટના ધોરાજીમાં મહિલા સરપંચને તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા હેરાગનગતી કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ધોરાજી ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણ બગડાએ હેરાનગતીનો આરોપ પીએસઆઈ સામે લગાવ્યો છે. દારુના અડ્ડાઓ ધમધમતા હોવાને લઈ જનતા રેડ કરવામાં આવી હતી. જેને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. જેને લઈ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘરે પહોંચ્યો હતો અને તેમને હેરાન કર્યા હતા.

આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો
ધોરાજી તાલુકા પીએસઆઈ રાખોલીયા સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે. આ માટે સામૂહિક રીતે સરપંચો રાજીનામુ ધરી દેવાની ચિમકી આપી છે. આ કૃત્યને આસપાસના ગામના સરપંચો દ્વારા ગંભીર રીતે લેવામાં આવી રહી છે અને ગૃહ વિભાગને પણ જાણ કરવામાં આવશે. મહિલા સરપંચ દ્વારા જે રીતે આરોપ મુક્યા છે, તેને લઈ હવે અન્ય સરપંચો પણ તેમના સમર્થનમાં આગળ આવ્યા છે. જોકે હજુ આ મામલે સ્થાનિક પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.