Rajkot: સૌરાષ્ટ્રના કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુની આત્મહત્યા, આપઘાત માટે અમદાવાદનું ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

|

Mar 02, 2022 | 5:44 PM

અમદાવાદની ઓઝન ગ્રુપના ભાગીદારો સાથે ઘણા સમયથી (મહેન્દ્ર પટેલ)તેમનો વિવાદ ચાલતો હતો. મહેન્દ્ર પટેલે રોકાણકારોને રકમ પરત મળે તે માટે મધ્યસ્થી કરતા હતા. બુકિંગ સમયે જમીનના વેચાણ દસ્તાવેજો કરી આપવા કંપનીના ડાયરેક્ટરોને વિનંતી કરી હતી.

Rajkot: સૌરાષ્ટ્રની જાણીતી ક્લબ યુ.વી.ના ચેરમેન અને કડવા પાટીદાર (Patidar leading)આગેવાને આત્મહત્યા (Suicide) કરતા ચકચાર મચી છે. નોંધનીય છેકે આત્મહત્યા પહેલા મહેન્દ્ર ફળદુએ (Mahendra Faldu)એક સ્યુસાઇડ નોટ પણ લખી છે. જેમાં આત્મહત્યા પાછળ અમદાવાદનું ઓઝોન ગ્રુપ (Ozone Group)જવાબદાર હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી ઓઝોન ગ્રુપે ન આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ, અતુલ મહેતા સહિત લોકો પર ગંભીર આક્ષેપ થયો છે. મહેન્દ્ર પટેલને હેરાન અને ખોટી ફરિયાદો કરીને ધમકી આપતા હોવાનો પણ આક્ષેપનો ઉલ્લેખ છે.

અમદાવાદની ઓઝોન ગ્રુપના ભાગીદારો સાથે ઘણા સમયથી (મહેન્દ્ર પટેલ)તેમનો વિવાદ ચાલતો હતો. મહેન્દ્ર પટેલે રોકાણકારોને રકમ પરત મળે તે માટે મધ્યસ્થી કરતા હતા. બુકિંગ સમયે જમીનના વેચાણ દસ્તાવેજો કરી આપવા કંપનીના ડાયરેક્ટરોને વિનંતી કરી હતી. જોકે કંપનીના સંચાલકો સમાધાનને બદલે મહેન્દ્ર પટેલને ધમકી આપતા હતા. રાજકીય પહોંચ હોવાની કહી કંપનીના માલિકો મહેન્દ્ર પટેલને ધમકી આપતા હતા. ખોટા દસ્તાવેજ ઉભા કરી એમ.એમ.પટેલે મહેન્દ્ર પટેલ સામે ખોટી ફરિયાદ કરી હતી.

બાવળાના બલદાણામાં ધ તસ્કની બીચ સીટીના નામે પ્રોજેક્ટ બની રહ્યો છે.  આ પ્રોજેક્ટમાં મહેન્દ્ર પટેલે પોતે અને સગાઓ માટે જમીન બુક કરાવી હતી. જમીનના રૂપિયા મહેન્દ્ર પટેલે 2007માં આપી દીધા હતા. ત્રણ કરોડથી વધુની રકમ મહેન્દ્ર પટેલે કંપનીમાં જમા કરાવી હતી. કરોડોની જમીન મફતમાં પડાવી લેવાના ઇરાદાથી દસ્તાવેજો ન કરી આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad: રોકાણ માટે બિલ્ડર્સ કરી રહ્યા છે પૂર્વ વિસ્તારની પસંદગી, ફ્લેટ ખરીદનારાઓને પણ મળી રહે છે બજેટમાં સપનાનું ઘર

આ પણ વાંચો : અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ પાસેથી ભારતે ખરીદેલું 12મું P8I વિમાન મેળવ્યું, જાણો તેની ખાસિયતો અને ઉપયોગ વિશે

Published On - 1:29 pm, Wed, 2 March 22

Next Video