Rajkot: મોજ નદીનું પાણી બન્યુ રંગીન, ઉદ્યોગો દ્વારા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો સ્થાનિકોનો આક્ષેપ, જુઓ Video

રાજકોટની મોજ નદી ઉદ્યોગોના પાપે દૂષિત બની છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે મોજ નદીના પાણીનો રંગ જ ચાડી ખાય છે કે અહીં કોઇ તો પાપ કર્યું છે. મોજ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પાણીનો રંગ જ બદલાઇ ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 2:44 PM

રાજ્યમાં નદી પ્રદૂષિત થવાની ઘટના સતત સામે આવતી હોય છે. પહેલા સાબરમતી, પછી તાપી અને હવે રાજકોટની મોજ નદી ઉદ્યોગોના પાપે દૂષિત બની છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે મોજ નદીના પાણીનો રંગ જ ચાડી ખાય છે કે અહીં કોઈ તો પાપ કર્યું છે. મોજ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પાણીનો રંગ જ બદલાઇ ગયો છે અને મોજ નદીનું નિર્મળ જળ, સ્વચ્છ જળ, રંગીન બની ગયુ છે. સ્થાનિકોનું માનીએ તો આ વિસ્તારના ઉદ્યોગો દ્વારા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. જેના કારણે મોજ નદી રંગીન બની ગઈ છે. આવું કેમિકલયુક્ત પાણી પીવાથી ઢોરને નુકસાન થતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot : રાજકોટના શિક્ષકે બનાવી વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવશે સ્થાન

તો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો સીધો આરોપ છે કે જેતપુરના ડાઇંગ અને સાડી ઉદ્યોગોના પાપે મોજ નદી મુશ્કેલીમાં મુકાઇ છે. વસોયાનો એ પણ આરોપ છે કે GPCBને ફરિયાદ કરી હોવા છતાં ઉદ્યોગો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આમ ગુજરાતમાં જાણે કે એક પછી એક કુદરતી જળસ્ત્રોતને દૂષિત કરવાનું ષડયંત્ર ચાલતુ હોય તેવો ઘાટ સર્જાયો છે. અને એક પછી એક નદીઓના પાણી દૂષિત બની રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આ મામલે ગંભીર બને અને ઠોસ કાર્યવાહી કરે તે જરૂરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">