Rajkot: રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ વેગવંતી, ઢોર પકડનારી ટીમમાં કરાયો વધારો
રાજકોટમાં રખડતા ઢોર જાહેર રસ્તા પર ગમે ત્યા અડિંગો જમાવીને બેસી જાય છે. જેના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે.
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)ની ટકોર બાદ મહાનગરોમાં ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ (Rajkot) શહેરમાં પણ રખડતા ઢોર સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા રખડતા ઢોર (Stray cattle)ને પકડવાની ઝુંબેશ વેગવંતી કરવામાં આવી છે. પહેલા 2 ટીમ દ્વારા ઢોર પકડવામાં આવતા હતા હવે 4 ટીમ મુકવામાં આવી છે.
રાજકોટમાં રખડતા ઢોર જાહેર રસ્તા પર ગમે ત્યા અડિંગો જમાવીને બેસી જાય છે. જેના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે. આ પહેલા રાજકોટમાં રખડતા ઢોર મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પણ ટકોર કરવામાં આવી હતી, ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા ઢોરને પકડવાની કામગીરીમાં ખૂબ સક્રિય બની છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પહેલા મહિનામાં 500 ઢોર પકડવામાં આવતા હતા, હવે એક હજાર જેટલા ઢોર પકડવામાં આવી રહ્યાં છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માત્ર જાન્યુઆરી મહિનામાં જ અત્યાર સુધી 700 ઢોરને પકડવામાં આવ્યાં છે. તો નવેમ્બર 2021માં કુલ 891 ઢોર પકડવામાં આવ્યાં છે. જ્યારે ડિસેમ્બર મહિનામાં 1 હજાર 100 ઢોર પકડવામાં આવ્યાં છે.
બીજી તરફ આ મામલે વિપક્ષના નેતાએ આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષના નેતાએ મનપાની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. વિપક્ષ નેતાએ સવાલ કર્યો હતો કે કોર્પોરેશન આટલા ઢોર પકડે છે તો ફરી રસ્તા પર ઢોર કેવી રીતે પહોંચી જાય છે. વર્ષોથી માલધારી વસાહતની જાહેરાત કરવામાં આવી છે પરંતુ કોર્પોરેશન એ દિશામાં કામ નથી કરી રહી. માલધારી વસાહત બનાવવામાં આવે તો રખડતા ઢોરનો પ્રશ્નનો નિકાલ આવે તેમ છે.
આ પણ વાંચો-
ગુજરાતમાં 900 બેંક કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો, બેંકની ઘણી શાખાઓને પાંચ દિવસ બંધ રાખવાની ફરજ પડી
આ પણ વાંચો-