Gujarat Rain Video: રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો, ચોમાસાની શરુઆતે જ વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ!

Rajkot Rain Video: રાજકોટ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ચોમાસાની શરુઆતે વાવણી લાયક વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 5:07 PM

 

રાજકોટ માં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચોમાસાના વિધિવત પ્રારંભ થયા બાદ રાજકોટમાં પ્રથમ વરસાદ સારો વરસ્યો હતો. સવારથી જ રાજકોટમાં અસહ્ય ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો હતો, વરસાદને લઈ રાહત સર્જાઈ હતી. રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. આટકોટ, પાંચવડ, જંગવડ, જીવાપર, ગરણી અને ગુંદાળામાં વરસાદ વરસ્યો હતો. ચોમાસાની શરુઆતે જ વરસાદ ધોધમાર વરસતા ખેડૂતોને આનંદ છવાયો હતો.

ચોમાસુ શરુઆતેજ જામતા વાવણી કરતા ખેડૂતોને આનંદ વર્તાયો છે. મગફળી અને કપાસના પાકનુ વાવેતર કરનારા ખેડૂતોને માટે ચોમાસાએ સારી શરુઆત કર્યાનો આનંદ છવાયો હતો. રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો. જીવાપરમાં ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા. તો અનેક ખેતરોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા.

 

આ પણ વાંચોઃ  Arun Karthik Century: TNPL માં કાર્તિકે ધમાકેદાર સદી નોંધાવી અપાવી જીત, છગ્ગો ફટકારી રચ્યો ઈતિહાસ!

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">