રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

|

Jun 17, 2024 | 9:02 PM

રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. રાજકોટ નજીકના ન્યારા સહિતના ગામોમાં મેઘમહેર થઈ છે. વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે. બીજી તરફ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.

રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. રાજકોટ નજીકના ન્યારા સહિતના ગામોમાં મેઘમહેર થઈ છે. વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.

બીજી તરફ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ગોંડલના દેરડી કુંભાજી, વાસાવડ, પાટખિલોરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી અઢી ઇંચ વાવણી લાયક વરસાદ વરસ્યો છે. તો દેરડી કુંભાજીના અનેક ખેતરો પાણી ભરાયા છે. તો ધોરાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમીધારે વરસાદનું આગમન થયું છે. લોકોને ભારે ઉકળાટથી રાહત મળી છે.

Next Video