Breaking News : દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ, કેટલીક મોડી પડશે, જુઓ Video

Breaking News : દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ, કેટલીક મોડી પડશે, જુઓ Video

| Edited By: | Updated on: Oct 25, 2026 | 10:48 AM

દિવાળીના તહેવાર પહેલા રાજકોટના મુસાફરો માટે અગત્યના સમાચાર છે. જામવંથલી-અલિયાબાડા રેલવે સેક્શનમાં ડબલ ટ્રેક ડબલિંગના કામને કારણે ચાર ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

રાજકોટમાં દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ રેલવે ડિવિઝનના મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જામવંથલી-અલિયાબાડા રેલવે સેક્શનમાં ચાલી રહેલા ડબલ ટ્રેક ડબલિંગના કામને કારણે ટ્રેન વ્યવહાર પર મોટી અસર થવાની છે. આ કામગીરીને પગલે રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેન સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, આ રેલવે ડબલિંગ કાર્ય આગામી 4 નવેમ્બર સુધી ચાલુ રહેશે. જેના કારણે ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે. ચાર ટ્રેનો રદ થવા ઉપરાંત, કેટલીક અન્ય ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં મોડી ઉપડશે, જ્યારે કેટલીક ટ્રેનોને તેમના માર્ગમાં નિયંત્રિત કરીને ચલાવવામાં આવશે.

આ ફેરફારોને કારણે દિવાળી દરમિયાન મુસાફરીનું આયોજન કરી રહેલા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની ટ્રેનની સ્થિતિ અંગે અપડેટ મેળવી લે. આ કાર્યવાહી રેલવે માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા અને ભવિષ્યમાં વધુ સુગમ સેવાઓ પૂરી પાડવાના હેતુથી કરવામાં આવી રહી છે.

તહેવારોને લઈ સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ, 12 એકમોના ઘીના નમૂના લેવાયા

Follow Us
Loading...
Unable to load recommendations.