Rajkot: ભૂમાફિયાના ત્રાસથી થયેલા મોતના કેસમાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, સાંસદ મોહન કુંડારિયાએ મૃતકના પરિવારને ન્યાય અપાવાની ખાતરી આપી

|

Feb 19, 2022 | 9:55 AM

પરિવારજનોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીં ભૂમાફિયા ત્રાસ આપી રહ્યાં છે અને તેમની મિલકત પડાવવાની કોશિશ કરી રહ્યાં છે.પરિવારજનોની માંગ છે કે જેવી અમાર પર વિતી છે તેવી ભૂમાફિયાઓ પર પણ વીતવી જોઇએ.

રાજકોટ (Rajkot)માં રાધે-ક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયા(Land mafia)ના ત્રાસ મુદ્દે રાજકોટ બહારના IPS અધિકારીની અધ્યક્ષતામાં તપાસ થશે. મારામારીના કેસમાં ઈજાગ્રસ્ત કારખાનેદાર અવિનેશનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. ત્યારે પરિવારે આરોપીને ફાંસીની સજા ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે સાંસદ મોહન કુંડારિયા (MP Mohan Kundaria)એ મૃતકના પરિવારજનોને ખાતરી આપ્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે.

મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતાં રાજકોટ ભાજપના નેતાઓ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પરિરવારજનોએ રાજકોટ બહારના અધિકારીની અધ્યક્ષતામાં તપાસની માગણી કરી હતી. જે બાદ સાંસદ મોહન કુંડારિયાએ તેમની માગણી સ્વીકારી તપાસ કરવાની ખાતરી આપી હતી. મોહન કુંડારિયા ઉપરાંત રાજકોટ ભાજપના ઉપાધ્યાક્ષ ભરત બોધરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

સાંસદ મોહન કુંડારિયાએ ખાતરી આપી છે કે, આ ઘટનાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગંભીરતાથી લીધી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થશે. સમગ્ર કેસની શરૂઆતથી તપાસ થશે અને મૃતકના પરિવારજનોને ન્યાય મળશે.

મહત્વનું છે કે રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓ દ્વારા મારામારીના કેસમાં ઈજાગ્રસ્ત કારખાનેદાર અવિનેશનું સારવાર દરમિયાન મોત (Death) થયું હતુ. જેને લઇ મારામારીનો કેસ હત્યામાં ફેરવાયો છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી લીધી છે. તો હજુ મોટા માથા પોલીસ પકડથી દૂર છે. તો બીજી તરફ કારખાનેદારના મૃત્યુ બાદ પરિવારજનો રોષે ભરાયા હતા અને જ્યાં સુધી આરોપીઓને ફાંસીની સજા ન થયા ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

તો પરિવારજનોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીં ભૂમાફિયા ત્રાસ આપી રહ્યાં છે અને તેમની મિલકત પડાવવાની કોશિશ કરી રહ્યાં છે.પરિવારજનોની માંગ છે કે જેવી અમાર પર વિતી છે તેવી ભૂમાફિયાઓ પર પણ વીતવી જોઇએ. જ્યાં સુધી પોલીસ રક્ષણ અને ભૂમાફિયાઓને ફાંસી સજા નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો-

Amreli: ગુનાહિત પ્રવૃત્તિઓ છાવરવા આક્ષેપ વચ્ચે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે PSI પી.બી. લક્કડને સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચો-

2 માર્ચથી યોજાનારા બજેટ સત્રમાં મેડિકલ ટુરિઝમ બીલ રજૂ થશે, નવી મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના અંગે કરાશે જાહેરાત

Next Video