2 માર્ચથી યોજાનારા બજેટ સત્રમાં મેડિકલ ટુરિઝમ બીલ રજૂ થશે, નવી મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના અંગે કરાશે જાહેરાત

રાજ્યમાં મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થશે. રાજ્યની બધી જ મેડિકલ અને પેરા મેડિકલ કોલેજ મેડિકલ યુનિવર્સિટીનાં નેજા હેઠળ આવશે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Feb 19, 2022 | 9:32 AM

2 માર્ચથી બજેટ સત્ર યોજાવાનું છે. ત્યારે આ બજેટ સત્ર (Budget session)માં રાજ્યનો મોટી ભેટ મળશે. બજેટ સત્રમાં રાજ્યમાં નવી મેડિકલ યુનિવર્સિટી (Medical University)ની સ્થાપના અંગે જાહેરાત કરાશે. અત્યાર સુધી ગુજરાત (Gujarat)માં મેડિકલ યુનીવર્સિટી નથી. ત્યારે રાજ્યમાં મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થશે. રાજ્યની બધી જ મેડિકલ અને પેરા મેડિકલ કોલેજ આ મેડિકલ યુનિવર્સિટીનાં નેજા હેઠળ આવશે.

રાજ્યમાં મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના બાદ વિદ્યાર્થીઓને હવે મેડિકલ યુનિવર્સિટીની જ ડિગ્રી મળશે. પહેલા વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજો ગુજરાત અને સોરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોય તો તે જ કોલેજ યુનિવર્સિટીની ડિગ્રી મળતી હતીઆગામી બજેટમાં મેડિકલ ટુરિઝમનાં વિકસાવવા માટે મેડિકલ ટુરિઝમ બીલ પણ રજૂ થશે. હાલ રાજ્યમાં સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર મેડિકલ ડેન્ટલની 43 કોલેજની 6700 બેઠક અને પેરા મેડિકલની 664 કોલેજની 26415 બેઠક મળી 33 હજાર 115 બેઠકોનું વ્યવસ્થાપન છે.

મેડિકલના વિદ્યાર્થીઓ માટે મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના એ ખૂબ મહત્વની બની રહેશે. મેડિકલ ક્ષેત્રની જ યુનિવર્સિટી હોવાથી તેમના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવી શકશે. અત્યાર સુધી ગુજરાતમાં મેડિકલ યુનીવર્સિટી ન હોવાથી કેટલાક પ્રશ્નોના નિરાકરણ આવતા ન હતા. જો કે હવે રાજ્યની બધી જ મેડિકલ અને પેરા મેડિકલ કોલેજ આ મેડિકલ યુનિવર્સિટીનાં નેજા હેઠળ આવતી હોવાથી મેડિકલના વિદ્યાર્થીઓને રાહત મળશે.

આ પણ વાંચો-

Junagadh: મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં બજેટને મંજૂરી, બજેટ જુનાગઢને પ્રવાસન શહેર તરીકે વિકસાવનારુ હોવાનો શાસક પક્ષનો દાવો

આ પણ વાંચો-

Ahmedabad: AMCની સામાન્ય સભામાં કોર્પોરેટરે ઠાલવ્યુ પોતાનું દર્દ, VS હોસ્પિટલની બેદરકારીથી માતાનું મોત થયાનો કર્યો આક્ષેપ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati