રાજકોટઃ ભૂમાફિયાઓ દ્વારા મારામારીનો કેસમાં ઈજાગ્રસ્ત કારખાનેદારનું મોત, ચાર શખ્સોની ધરપકડ

રાધાકૃષ્ણ સોસાયટીમાં બે દિવસ પૂર્વે 5 જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો.સોસાયટીવાસીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 12:14 PM

રાજકોટમાં (Rajkot) ભૂમાફિયાનો ત્રાસ વધ્યો છે. રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓ (Land mafia) દ્વારા મારામારીના કેસમાં ઈજાગ્રસ્ત કારખાનેદાર અવિનેશનું સારવાર દરમિયાન મોત (Death) થયું છે. જેને લઇ મારામારીનો કેસ હત્યામાં ફેરવાયો છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી લીધી છે. તો હજુ મોટા માથા પોલીસ પકડથી દૂર છે. તો બીજી તરફ કારખાનેદારના મૃત્યુ બાદ પરિવારજનો રોષે ભરાયા છે અને જ્યાં સુધી આરોપીઓને ફાંસીની સજા ન થયા ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

તો પરિવારજનોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીં ભૂમાફિયા ત્રાસ આપી રહ્યાં છે અને તેમની મિલકત પડાવવાની કોશિશ કરી રહ્યાં છે.પરિવારજનોની માંગ છે કે જેવી અમાર પર વિતી છે તેવી ભૂમાફિયાઓ પર પણ વીતવી જોઇએ. જ્યાં સુધી પોલીસ રક્ષણ અને ભૂમાફિયાઓને ફાંસી સજા નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

બનાવની વાત કરીએ તો રાધાકૃષ્ણ સોસાયટીમાં બે દિવસ પૂર્વે 5 જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો.સોસાયટીવાસીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ બનાવના પગલે ચાર જેટલા સ્થાનિકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી અવિનાશ ધૂલેસીયાનું સારવાર દરમિયાન મોત થયું છે. હવે બનાવ હત્યામાં પલટાતા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : વડોદરા : અધિકારીઓને ખુલ્લા પાડવા કોર્પોરેટર ગટર જેવી ગંદી કાંસમાં ઉતર્યા, પ્રજાના કામ કરવામાં અધિકારીઓને કેમ રસ નથી?

આ પણ વાંચો : ધો-10-12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થતા ખળભળાટ, તપાસના આદેશ અપાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">