Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકાસની ઉડાનના પ્રતીક સમાન ઈમીટેશન આર્ટથી મઢેલા પ્લેનની અપાઈ ભેટ- જુઓ Video

|

Jul 27, 2023 | 9:02 PM

Rajkot: રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમિટેશન આર્ટથી મઢેલા પ્લેનની ભેટ આપવામાં આવી છે. વિકાસની ઉડાનના પ્રતીક સમાન પ્લેનની પીએમ મોદીને રાજકોટના જ્વેલરી એસોસિએશન તરફથી ભેટ આપવામાં આવી છે. આ પ્લેનને 30 કારીગરોએ 30 કલાકની જહેમત બાદ તૈયાર થયુ છે.

Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27મી જુલાઈએ રાજકોટમાં અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યુ. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડાપ્રધાન મોદીને રાજકોટના વિકાસની ઉડાનના પ્રતીક સમાન ઈમિટેશનના પ્લેનની ભેટ આપવામાં આવી. આ પ્લેન રાજકોટની વિશેષતા અને વૈશ્વિક ઓળખ એવા ઈમિટેશન આર્ટથી મઢવામાં આવ્યુ છે.

30 કારીગરોએ 30 કલાકમાં તૈયાર કર્યુ પ્લેન

રાજકોટ આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ ઍરપોર્ટના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનને ભેટ આપી શકાય તે માટે રાજકોટના ઇમિટેશન વ્યવસાયિકો દ્વારા આ અઢી ફૂટના વિમાનની પ્રતિકૃતિને સજાવીને તૈયાર કરવામાં આવી છે. સૌ પ્રથમ જસદણના એન્ટિક વસ્તુઓના કારીગર દ્વારા મૂળ કાષ્ઠનું અઢી ફુટનું વિમાન બનાવવામાં આવ્યું હતું. એ પછી આ અઢી ફુટની સાઈઝના લાકડાના પ્લેન પર રાજકોટના ઇમિટેશનના કારીગરો દ્વારા વિશિષ્ટ ઇમિટેશનનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. એ પછી ઇમિટેશનની ડાયમંડ અને મોતીની જ્વેલરી જડીને તેને શણગારવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Breaking News: રાજકોટમાં PM મોદીના હસ્તે 2033 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, ઈન્ટરનેશનલ ઍરપોર્ટ, મલ્ટીલેવલ બ્રિજ સહિતની ભેટ

આ માટે રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિયેશને જહેમત ઉઠાવી હતી અને ઈમિટેશનના નિષ્ણાત 30 કારીગરોને આ કામમાં રોક્યા હતા. આ કારીગરોએ 30 કલાકની સખત મહેનતથી આ ‘પ્લેન’ને શણગાર્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video