RAJKOT : કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓ ચિંતામાં, ઓનલાઈન વર્ગો શરૂ કરવાની માંગ

| Edited By: | Updated on: Jan 07, 2022 | 4:21 PM

RAJKOT NEWS : એક વાલીએ કહ્યું કે સ્કૂલમાં પુરુ ધ્યાન અપાતું નથી અને એક સાથે ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડે છે.

એક વાલીએ કહ્યું કે CORONA વાયરસના કેસ વધી રહ્યાં છે, આવી સ્થિતિમાં બાળકોને સ્કુલે મોકલતા ડર લાગે છે.

RAJKOT : રાજ્યમાં વધતાં જતા કોરોના (CORONA) વાયરસના સંક્રમણ પગલે વાલીઓ ચિંતામાં મૂકાયા છે.રાજકોટમાં વાલીઓની માંગ છે કે ધોરણ 1થી 8ના વર્ગો બંધ કરવામાં આવે.વાલીઓનું કહેવું છે કે શાળા (School) માં ગાઇડલાઇન (Guidelines)નું પૂરતુ પાલન થતુ નથી.. તો બાળકો પણ પાંચથી છ કલાક માસ્ક સહિતની સાવચેતી રાખી શકે નહીં.વળી હજી નાના બાળકો માટે રસી પણ આવી નથી. આ સ્થિતીમાં બાળકોના ઓનલાઇન વર્ગોની વાલીઓની માંગ છે.

એક વાલીએ કહ્યું કે નિયમ બનાવવામાં આવે છે, પણ સ્કુલમાં નિયમોનું પાલન થતું નથી અને સરકાર સ્કુલ પર ધ્યાન આપી રહી નથી. બીજા વાલીએ કહ્યું કે કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે, આવી સ્થિતિમાં બાળકોને સ્કુલે મોકલતા ડર લાગે છે, માટે ઓફલાઈન શિક્ષણ બંધ થવું જોઈએ અને ઓનલાઈન શિક્ષણ શરૂ થવું જોઈએ. અન્ય એક વાલીએ ફરિયાદના સૂરમાં કહ્યું કે સ્કૂલમાં પુરુ ધ્યાન અપાતું નથી અને એક સાથે ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડે છે.

તો અન્ય એક વાલીએ કહ્યું કે અમૂક સ્કૂલોમાં નિયમોનું પાલન થાય છે, પણ નાના બાળકો સતત પાંચ  કે છ કલાક સુધી બેસે એમાં પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જતા હોય છે. બાળકને ગમે તેટલું ચેતાવીએ પણ તેનામાં અનુશાસન આવતું નથી. માટે આ સમયમાં ઓફલાઈન શિક્ષણ થવું જ જોઈએ.

આ પણ વાંચો : GANDHINAGAR : સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમની શરૂઆત, આ કચેરીએ જાહેર કર્યો પરિપત્ર

આ પણ વાંચો : પૂર્વ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું, ”કોરોનાની ત્રીજી લહેરમાં જોખમ ઓછુ પણ કોઈ રોગને હળવાશથી ન લેવો જોઈએ”