Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે, નોંધાઈ પોલીસ ફરિયાદ- Video

Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે, નોંધાઈ પોલીસ ફરિયાદ- Video

| Edited By: | Updated on: Sep 21, 2026 | 7:35 PM

ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પદ્મિની બા સહિત અન્ય 4 લોકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે અને રાજકોટમાં એક મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરજમાં રુકાવટ બદલ પદ્મિની બા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલા ટ્રાફિક પોલીસકર્મીએ ફરજમાં રૂકાવટ કર્યાનો ફરિયાદમા ઉલ્લેખ કર્યો છે. સાંઢિયા પૂલ નજીક પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરવા લગાવેલા બેરિકેડ હટાવવા પ્રયાસ કર્યો હતો. પોલીસે ના પાડવા છતા ફરજમાં અડચણ ઉભી કરતા આ ગુનો નોંધાયો છે.

શું હતો સમગ્ર ઘટનાક્રમ?

રાજકોટના જામનગર રોડ પર સાંઢિયા પુલ બ્રિજનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે. ત્યારબાદ રેલ નગર અને શીતલ પાર્ક તરફના માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક સમસ્યાને કારણે પોલીસે મુખ્ય માર્ગ પર બેરિકેડ લગાવ્યા છે અને માર્ગને ડાયવર્ટ કર્યો છે. જેના કારણે રેલનગર વિસ્તારના રહિશો છેલ્લા એક સપ્તાહથી આ ડાયવર્ટ રૂટનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પદ્મિની બા અને સ્થાનિક રહીશોએ પોલીસે લગાવેલા બેરિકેડ બળજબરીપૂર્વક દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આજ કારણોસર પોલીસે ફરજ રૂકાવટની કલમ હેઠળ 4 લોકો સામે ફરિયાદ નોંધી છે.

પોલીસનું કહેવુ છે કે આ વિસ્તારમાં 4 માર્ગ ભેગા થતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા છે અને તેના જ કારણે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. જ્યારે સ્થાનિકોનું એવુ કહેવુ છે કે પોલીસે કોઈપણ પ્રકારનું જાહેરનામુ બહાર પાડ્યા વિના જ આ રસ્તો ડાયવર્ટ કરી દેવાયો છે અને તેમને ફરીને જવુ પડે છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

પિતૃદોષ કેટલા વર્ષ સુધી ચાલે છે? જાણો તેને દૂર કરવાની યોગ્ય વિધિ અને ઉપાયો

Follow Us
Loading...
Unable to load recommendations.