Rajkot :સીટી બસ સર્વિસની વધુ એક બેદરકારી સામે આવી, મુસાફરો ભરેલી બસની એક્સેલ તૂટી, જુઓ Video

|

May 04, 2023 | 8:06 PM

રાજકોટની સિટી બસો ગઈ ખાડે ગઈ છે અને મોટાભાગની બસોમાં અનેક વાંધા જોવા મળ્યા છે. તેમજ ડીઝલથી ચાલતી સિટી બસો બેફામ પ્રદૂષણ ફેલાવતી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક નહિ અનેક બસો બેફામ ધુમાડા છોડતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

ગુજરાતના રાજકોટ શહેરના ફરી એકવાર સીટી બસ સર્વિસની બેદરકારી સામે આવી છે. જેમાં સીટી બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવાથી સિટી બસની એક્સેલ તૂટી ગઇ હતી. જો કે સદનસીબે તેમાં મુસાફરોને કોઇ ઇજા પહોંચી ન હતી. શહેરના યાજ્ઞિક રોડ પર બનેલી ઘટનાને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સીટી બસના મેઇન્ટેનન્સને લઇને ફરી સવાલો ઉઠયા છે.

આ પૂર્વે, રાજકોટ સિટી બસનું ટીવી9એ રિયાલિટી ચેક કર્યું હતું. તો તેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં રાજકોટની સિટી બસો ગઈ ખાડે ગઈ છે અને મોટાભાગની બસોમાં અનેક વાંધા જોવા મળ્યા છે. તેમજ ડીઝલથી ચાલતી સિટી બસો બેફામ પ્રદૂષણ ફેલાવતી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક નહિ અનેક બસો બેફામ ધુમાડા છોડતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

તો બંધ પડેલી સિટી બસને પેસેન્જર ધક્કા મારતાં પણ જોવા મળ્યા હતા. એક તરફ સરકાર અને RMC પ્રદૂષણ ફેલાવતા વાહનો બંધ કરી ઈલેક્ટ્રોનિક અને CNG વાહનો તરફ જવાની વાત કરી રહ્યા છે ત્યારે તંત્રની સિટી બસ જ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:03 pm, Thu, 4 May 23

Next Video