Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Breaking News : લાખો ગરીબ બાળકોને ભૂખ્યા રહેવાનો વારો ! સરકાર છેલ્લા 5 મહિનાથી અનાજનો જથ્થો ન આપતી હોવાનો મધ્યાહન ભોજન મંડળનો આરોપ, જુઓ Video

Rajkot Breaking News : લાખો ગરીબ બાળકોને ભૂખ્યા રહેવાનો વારો ! સરકાર છેલ્લા 5 મહિનાથી અનાજનો જથ્થો ન આપતી હોવાનો મધ્યાહન ભોજન મંડળનો આરોપ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 8:47 AM

રાજ્યના લાખો ગરીબ બાળકોને મળતા મધ્યાહન ભોજન પર સંકટ તોળાઇ રહ્યું છે. જો ટુંક સમયમાં સરકાર અનાજનો જથ્થો નહીં આપે તો મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય તેવી સંભાવના છે. છેલ્લા પાંચ મહિનાથી સરકારે અનાજનો જથ્થો ન આપતા રાજ્યના લાખો ગરીબ બાળકોને ભૂખે રહેવાનો વારો આવ્યો છે.

Rajkot Video : રાજ્યના લાખો ગરીબ બાળકોને મળતા મધ્યાહન ભોજન પર સંકટ તોળાઇ રહ્યું છે. જો ટુંક સમયમાં સરકાર અનાજનો જથ્થો નહીં આપે તો મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય તેવી સંભાવના છે. છેલ્લા પાંચ મહિનાથી સરકારે અનાજનો જથ્થો ન આપતા રાજ્યના લાખો ગરીબ બાળકોને ભૂખે રહેવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : Rajkot Video : ગાંધીગ્રામમાં આઇસ્ક્રીમના ગોડાઉનમાં આરોગ્ય વિભાગના દરોડા, 7 હજાર કિલો અખાદ્ય મલાઇનો જથ્થો ઝડપાયો

ગુજરાત મધ્યાહન ભોજન મંડળનો આરોપ છે કે સરકારે છેલ્લા પાંચ મહિનાથી અનાજનો જથ્થો આપ્યો નથી. જેમાં ઘઉં, ચણા, દાળ અને તેલનો પુરતો જથ્થો મધ્યાહન યોજનાના સંચાલકોને મળ્યો નથી.પરિણામે તિથિ ભોજન પર બાળકોને નિર્ભર રહેવું પડે છે.જો આગામી 15 ઓક્ટોબર સુધીમાં પૂરતો જથ્થો નહીં મળે તો અનેક મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

કેટલાક કેન્દ્રોમાં દરરોજ માત્ર ભાત આપવા પડે છે.ત્યારે વાલીઓ સાથે ઘર્ષણ પણ થવાના બનાવો બને છે.પુરવઠા વિભાગને અનેક રજૂઆતો કરવા છતાં પૂરતો જથ્થો નથી મળી રહ્યો. સરકાર ત્રણ દિવસમાં જથ્થો પહોંચાડે તેવી માગ કરી છે.એટલું જ નહીં આરોપ એવો પણ છે કે બાળકોને યોગ્ય ભોજન નહીં મળવાથી તેમના પોષણ પર ગંભીર અસર પડી રહી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published on: Oct 13, 2023 08:26 AM
g clip-path="url(#clip0_868_265)">