Rajkot: મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી વિવાદમાં, ભાજપે જાહેર કરેલા સભ્યોના નામ અંગે કોંગ્રેસે લગાવ્યા આરોપ, જુઓ VIdeo

|

Jun 10, 2023 | 6:49 PM

રાજકોટમાં મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણીને વિવાદમાં આવી છે. ભાજપે જાહેર કરેલા સભ્યોના નામ અંગે કોંગ્રેસે આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા નીદત બારોટે શિક્ષણ સમિતિના 1 સભ્ય સામે આક્ષેપ કર્યો છે. સરકાર નિયુક્ત 3 સભ્યોમાંથી 1 સભ્યની નિમણૂંકમાં થઈ ભૂલ અંગે વિવિદ સર્જાયો છે.

Rajkot : 19 જૂને યોજાનારી રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી ફરી વિવાદના ઘેરામાં આવી છે. સરકાર નિયુક્ત 3 સભ્યોમાંથી 1 સભ્યની નિમણૂંકમાં કોંગ્રેસે ભૂલ હોવાનો દાવો કર્યો. કોંગ્રેસ નેતા નીદત બારોટે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું, ડો.સંજય ભાયાણી યુનિવર્સિટીના નોકરિયાત ગણાય તેઓ સરકારી અધિકારી ન કહેવાય તેમ જણાવ્યુ હતું. શિક્ષણ સમિતિના સરકાર તરફથી જાહેર થયેલા નામમાં એક સભ્ય ક્લાસ વર્ગ 2નો સભ્યો હોવો જોઈએ. જે વાત ને લઈ ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું, જો સભ્યની નિમણૂંકમાં ભૂલ હશે તો નવા નામ ફરી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :  ગુજરાતની ધરતી પરથી અમિત શાહે વિપક્ષ પર સાધ્યું નિશાન, તમામ વિપક્ષને એક થઇ ભાજપ સામે ચૂંટણી લડવા ફેંકયો પડકાર

શિક્ષણ સમિતિના ચૂંટણીના આ વિવાદને લઈ જણાવવામાં આવ્યું છે કે, કાયદાકીય અભિપ્રાય બાદ આ અંગે નિર્ણય લેવાશે. સમગ્ર મામલે પ્રદેશ ભાજપ મોવડી મંડળને જાણ કરાશે. છેલ્લા ઘણાં સમયથી વિવાદમાં રહેલી રાજકોટ મનપા શિક્ષણ સમિતિની ચૂંટણી અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જેના પર હવે ઝડપથી કાર્યવાહી પણ હાથ ધરાશે. મહત્વનું છે કે અગાઉ ભ્રષ્ટાચારને લઈને આખે આખી શિક્ષણ સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી. જેના પછી ભાજપના આંતરિક વિવાદોની અટકળો પણ શરૂ થઈ હતી. જે વચ્ચે નવા શિક્ષણ સમિતિના ચેરમેન કોણ અને શિક્ષણ સમિતિના સભ્યો કોણ તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video