Rajkot : અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી જવાબદારી મુક્ત થવાનો કુંવરજી બાવળિયાનો નિર્ણય

કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી જવાબદારીમાંથી મુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એક વીડિયો સંદેશ જાહેર કરીને, કુંવરજી બાવળિયાએ કહ્યું કે,

Rajkot : કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી જવાબદારીમાંથી મુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એક વીડિયો સંદેશ જાહેર કરીને, કુંવરજી બાવળિયાએ કહ્યું કે, કેબિનેટ પ્રધાનના કાર્યભારના કારણે તેઓ સંગઠનને પૂરતો સમય નથી આપી શકતા. બાવળિયાએ અન્ય આગેવાનને પ્રમુખ પદ સોંપવાની રજૂઆત કરી છે. મહત્વનું છે કે, દેશના 17 રાજ્યોમાં કોળી સમાજનું સંગઠન છે અને વર્ષ 2017થી કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદે છે. હવે જોવાનું એ રહ્યું કે કોળી સમાજના સંગઠનની જવાબદારી કોને સોંપવામાં આવે છે.

 

 

ગુજરાત સહિત દેશના 17 જેટલા રાજ્યોમાં કામ કરતા કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠન અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદની જવાબદારીમાંથી મુક્ત થવાનો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નિર્ણય કર્યો છે.કુંવરજી બાવળિયાએ કહ્યું હતુ કે તેઓ હાલમાં ગુજરાતના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે અને રાજ્ય સરકારના પશુપાલન,પાણી પુરવઠા અને ગૃહ નિર્માણ જેવા મહત્વના ખાતા તેઓની પાસે છે એટલુ જ નહિ પોતાના વિસ્તારમાં પણ વિકાસના કામોને લઇને વ્યસ્ત રહેતા હોવાથી તેઓએ તેમની જગ્યાએ અન્ય કોઇને સ્થાન આપવાની માંગ કરી છે..

કુંવરજી બાવળિયા વર્ષ 2017થી હતા પ્રમુખના હોદ્દા પર
અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે તેમની નિમણુક વર્ષ 2017માં થઇ હતી ત્યારબાદ હોદ્દાની સમય મર્યાદા ત્રણ વર્ષની હોય છે.ત્રણ વર્ષ બાદ નવા પ્રમુખની નિમણૂક થતી હોય છે પરંતુ કોરોનાકાળને કારણે આ શક્ય બન્યું ન હતુ અને કુંવરજી બાવળિયાને એક વર્ષનું એક્સટેન્સન આપવામાં આવ્યું હતુ.જો કે તેઓની ટર્મ પુરી થાય તે પહેલા જ કુંવરજી બાવળિયાએ આ હોદ્દા પરથી મુક્ત થવાનો નિર્ણય જાહેર કર્યો છે..

સામાજિક ક્ષેત્રે આ મોટી જવાબદારી
અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન દેશમાં કોળી સમાજનું સૌથી મોટું સંગઠન છે અને ગુજરાત સહિત 17 જેટલા રાજ્યોમાં આ સંગઠન કામ કરે છે.સામાજિક ક્ષેત્રમાં આ ખૂબ જ મોટી જવાબદારી ગણાય છે.કોળી સમાજના અલગ અલગ વિકાસના સામાજિક કામો આ સંગઠન દ્રારા કરવામાં આવે છે.કોળી સમાજના સમૂહ લગ્નોત્સવ,વ્યસન મુક્તિ,સમાજના વિકાસકાર્યો આ સંગઠન મારફત થાય છે.જો કે આ સંગઠન બિનરાજકીય રીતે કામ કરે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati