Rajkot : કોઠારિયાની સરકારી શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે કરાવાઈ મજૂરી, વીડિયો થયો વાયરલ
રાજકોટના કોઠારિયાની શાળામાં રીતસર બાળમજૂરી કરાવાતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે શિક્ષકો અને આચાર્યની હાજરીમાં વિદ્યાર્થિનીઓ ઈંટો ઉપાડતી જોવા મળી રહી છે.
અત્યાર સુધી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈ કરાવાતી હોવાના વીડિયો તો તમે જોયા હશે, પરંતુ રાજકોટના કોઠારિયાની શાળામાં રીતસર બાળમજૂરી કરાવાતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે શિક્ષકો અને આચાર્યની હાજરીમાં વિદ્યાર્થિનીઓ ઈંટો ઉપાડતી જોવા મળી રહી છે. જે કામ શ્રમિકોનું છે, તે કામ વિદ્યાર્થીઓ પાસે કરાવવું કાયદાની વિરૂદ્ધનું પગલું છે. કારણ કે બાળમજૂરી કરાવવી એ ગુનો છે,પરંતુ રાજકોટ સહિત સમગ્ર રાજ્યની ઘણી સરકારી શાળાઓનો સળગતો પ્રશ્ન છે.
નારાયણનગર પ્રા.શાળાનો વીડિયો વાયરલ
હવે અમે તમને વિદ્યાર્થીઓ પાસે બાળમજૂરી કરાવતા હોવાની બે તસવીર બતાવીશું. સૌથી પહેલા રાજકોટની શાળામાં બાળમજૂરી કરાવવામાં આવી રહી છે. વિદ્યાર્થિનીઓ પાસે ઇંટો ઉપડાવવામાં આવી રહી છે. જ્યારે બીજા વીડિયો છે ડાંગનો કે જ્યાં કાલે આહવા તાલુકાની રાવચોન્ડ પ્રાથમિક શાળામાં બાળકો માથે રેતી ભરેલા તગારા ઊંચકી રહ્યા છે. તો અમુક વિદ્યાર્થી રેતી ભરેલા લોખંડની ટ્રોલી વહન કરી રહ્યા છે. આ વીડિયોની ટીવીનાઈન પુષ્ટિ કરતુ નથી.