રાજકોટના જસદણમાં વિધાર્થીઓ આરટીઇ હેઠળ પ્રવેશથી વંચિત, વાલીઓની આંદોલનની ચીમકી
રાજકોટનાજસદણમાં 15 વિધાર્થીઓ એવા છે કે જેમને આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો નથી.વાલીઓનું કહેવું છે કે તેમણે આ અંગે દરેક જગ્યાએ અનેક રજૂઆત કરી છે પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી.
ગુજરાત(Gujarat)સરકાર એવા પ્રયત્નો કરે છે કે ગરીબ વિધાર્થીઓ સારી શાળામાં અભ્યાસ(Education)કરે. જેની માટે સરકારે આરટીઈ(RTE)હેઠળ વિધાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. પરંતુ રાજકોટના(Rajkot)જસદણમાં 15 વિધાર્થીઓ એવા છે કે જેમને આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો નથી.વાલીઓનું કહેવું છે કે તેમણે આ અંગે દરેક જગ્યાએ અનેક રજૂઆત કરી છે પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી.
જયારે બીજી તરફ તાલુકા શિક્ષણ અધિકારીના કહેવા પ્રમાણે તમામ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ મળતો નથી. પરંતુ વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના બાળકોને પ્રવેશ આપવામાં આવે નહીં તો દિવાળી બાદ તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આરટીઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં સરકારની ઉદાસીનતા સામે આવી હતી. જેમાં વર્ષ
2019-20 માં 25 ટકા લેખે 1,04,045 બાળકોને પ્રવેશ આપવાનો થાય તેની સામે સરકારે માત્ર 82,726 બાળકોને પ્રવેશ આપ્યો જ્યારે 21319 બાળકોને પ્રવેશ ના અપાયો.
તેવી જ રીતે વર્ષ 2020-21 માં 90,738 બાળકોને પ્રવેશ આપવાનો થાય પરંતુ સરકારે 71587 બાળકોને પ્રવેશ આપ્યો જ્યારે 19211 વિદ્યાર્થીઓ વંચિત રહ્યા હતા.
તેમજ છેલ્લા બે વર્ષમાં 40530 વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાની બાબત પણ સામે આવી હતી. જેમાં સરકારે ખાનગી શાળાઓમાં આરટીઇ હેઠળ બાળકોને પ્રવેશ અપાવ્યો ન હતો. આ માહિતી વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્યના જવાબમાં આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં LRD ની 10,459 જગ્યા માટે સવા લાખ અરજી, 09 નવેમ્બર સુધી અરજી કરી શકાશે
આ પણ વાંચો : સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીના રેકોર્ડમાં ગડબડ ચિંતાનો વિષય: ગુજરાત હાઈકોર્ટ